હાર્દિક પટેલે આનંદીબેનને લઈને ભાજપ સરકાર પર કર્યો સણસણતો સવાલ ?

0
487
Advertisement
Loading...

અમદાવાદ: ગઈ કાલએ અમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાય બાઇકને આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, શું હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા વિજય રુપાણીનું રાજીનામું માગવામાં આવશે?

હાર્દિકે કહ્યું છે કે, પાટીદાર આંદોલન વખતે હિંસા થવાને કારણે આનંદીબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું, ત્યારે હવે ફિલ્મ પદ્માવત પર થઈ રહેલી હિંસા ન રોકી શકનારા સીએમ વિજય રુપાણીનું રાજીનામું લેવામાં આવશે? નોંધનીય છે કે, હાર્દિક અગાઉ ફિલ્મ પદ્માવત સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યો છે અને ફિલ્મ ન જોવા જવા પણ અપીલ કરી ચૂક્યો છે.

પદ્માવત અંગે હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, ક્ષત્રિય સમાજે દેશની એકતા માટે પોતાના રજવાડાં મા ભારતીના ચરણોમાં ક્ષણનો પણ વિચાર કર્યા વગર મૂકી દીધા હતા. ત્યારે આપણી સૌની ફરજ બને છે કે પદ્માવત ફિલ્મ જોવા ન જવું. આ અંગે હાર્દિક પટેલે મુખ્યમંત્રી રુપાણીને ખુલ્લો પત્ર લખ્યો હતો.

હાર્દિકે ગુજરાતમાં ફિલ્મ પદ્માવત કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન કરવા માગ કરી હતી. હાર્દિકે આ પત્રમાં લખ્યું છે કે, કાનૂન વ્યવસ્થા અને સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને પદ્માવત ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ તો કાયદા-વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here