હાર્દિકને જે કરવું હોય તે કરી લે, સમાધાન તો નહીં જ થાય : રૂપાણી

0
149
Advertisement
Loading...

પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ, પાટીદાર મંત્રીઓ, ભાજપના નેતાઓ અને પાટીદાર સમાજ બીજેપી સમર્થિત અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરીને હાર્દિકને જે કરવું હોય તે કરે એવો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત હાર્દિક પટેલનું આંદોલન વધુ જોર પકડે અને તેના પડઘા દિલ્હી સુધી પહોંચે તે પહેલા આગામી બે દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દિલ્હીનું તેડું આવશે, કેમ કે હાર્દિકના આંદોલન સંદર્ભે કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. તે પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેસીને આ મામલો ઉકેલવા પ્રયત્ન કરશે.

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, રાજ્ય સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલન અંગે હાલ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. અને તેની ધરપકડ પણ કરશે નહીં. તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવતા તેમનું સ્ટેન્ડ લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ બેઠકમાં હાર્દિકના ઉપવાસને લઈ ચર્ચા થઈ હતી કે, હાર્દિક પટેલને પોતાના નિવાસસ્થાને જેટલા દિવસ જે રીતે ઉપવાસ કરવા હોય તેનો નિર્ણય હાર્દિક જાતે જ કરી શકે છે. સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં અને આ તમામ મુદ્દે સરકાર કંઈ કરશે નહીં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here