જાણો કઈ રીતે હાર્દિક પટેલ પરથી હટશે રાજદ્રોહની કલમ!!!

0
270
Advertisement
Loading...

હાર્દિક પટેલ ની વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ભાજપ સરકાર ગુજરાત માં ઘણું નુકસાન ભોગવી ચુકી છે. હવે કોર્ટમાં હાર્દિક ના પક્ષ ને કોર્ટ સાંભળી ચુકી છે અને હવે સરકાર પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મુકશે.

ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ સરકારે કરેલા રાજદ્રોહના કેસ અંગેની હાર્દિક પટેલે બચાવ પક્ષે પોતાની દલીલ અદાલતમાં પૂર્ણ કરી છે. તેવા સમયે હવે સરકાર અદાલતમાં આ દલીલો વિરુદ્ધ કેવું વલણ અપનાવે છે તેની પણ સૌની નજર ટકી છે. આ અંગેની વધુ સુનાવણી અદાલતે ૨ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

જો કે ચુંટણી પૂર્વે રાજય સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે થયેલા સમાધાનના સરકારે તમામ પાટીદાર યુવાનો પર થયેલા તમામ કેસો પરત લેવાની બાંહેધરી આપી હતી. તેમજ સરકારે તેમાંથી અનેક કેસો પરત લીધા છે તેમજ ભાજપમાં ભળી જનારા પાટીદાર અગ્રણીઓ સામેના કેસ પડતા મુક્યા છે અથવા તો આગળની કાર્યવાહી સરકારે ટાળી છે.

જો કે બીજી તરફ હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાની અને અનામત વિનાનું કોઈપણ સમાધાન સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચાલુ રાખ્યો છે અને બીજા અનેક કેસ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે.

ત્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના સંયોજક હાર્દિક પટેલ સહિતના લોકો સામે નોંધાયેલા રાજદ્રોહના કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી.જેમાં બચાવ પક્ષની દલીલો પૂરી થતાં સેશન્સ જજ ડી. પી. મહિડાએ વધુ સુનાવણી ૨ફેબ્રુઆરીના રોજ રાખી હતી. મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાર્દિક પટેલના એડવોકેટ રફીક લોંખંડવાલાએ રજૂઆત કરી હતી કે, હાર્દિકનાં નિવેદનો અને સભાઓમાં આપેલાં ભાષણો જોતાં રાજદ્રોહનો કોઈ ગુનો બનતો નથી.

તેની ટેલિફોનિક વાતચીત સાંભળવામાં આવે તો હાર્દિક હિંસા ભડકાવતો હોય એવી કોઈ સામગ્રી સરકારને મળી નથી. હાર્દિક ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. અને લોકોને શાંતિની અપીલો પણ કરી છે.હાર્દિક ભગતસિંહ બનવા માંગે છે. ભગતસિંહ દેશભક્ત હતા, દેશદ્રોહી નહીં. આથી તે રાજદ્રોહી નથી. પોલીસે જે સાક્ષીઓનાં નિવેદનો લીધાં છે. એમાં હાર્દિક વિરુદ્ધ દેશદ્રોહના આરોપો સાબિત થતા નથી. આથી આ કેસમાં ચાર્જ ફ્રેમ કરવા માટે મજબૂત પુરાવા ન હોવાથી બિનતહોમત છોડી મૂકવા જોઈએ. બચાવ પક્ષની દલીલો પૂરી થતાં કોર્ટે ૨ ફેબ્રુઆરીની મુદત રાખી છે. એ દિવસે સરકાર તરફે દલીલો કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here