પાસ નેતા હાર્દિક પટેલ માર્ચ મહિના પછી શું કરશે ? જાણો વિગત

0
225
Advertisement
Loading...

હાર્દિક પટેલ એ જૂનાગઢ માં વિદ્યાર્થી ઓ સાથે સવાંદ કાર્યક્રમ કર્યો અને આજે જૂનાગઢ જિલ્લા ના ખેડૂતો ની મુલાકાત લીધી હતી..

હાર્દિક પટેલ એ પોતાનો આગામી કાર્યક્રમ જાહેર કર્યો..

Was the government to link mobile to the support card

માર્ચ મહિના પછી આખા ગુજરાત માં અનામત,ખેડૂત અને યુવાનો ના મુદ્દે જન જાગૃતિ યાત્રા કાઢવામાં આવશે

આ યાત્રા માં મોટી સંખ્યા માં યુવાનો પાટીદારો અને ખેડૂતો જોડાય શકે એવી સાક્યતા ઓ છે..


માર્ચ મહિના પછી હાર્દિક પટેલ ફરીથી સરકાર ના માથા નો દુખાવો બને એવો શક્યતા ઓ છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરી એક વખત ધૂણી ધખાવી છે. જૂનાગઢ ખાતે સેવ યુથ સંમેલનને સંબોધતા હાર્દિકે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન થકી માત્ર પટેલોને જ નહી પણ અન્ય જાતિઓ અને જ્ઞાતિઓને પણ અનામતનો લાભ મળી રહેવાનો છે. બિન અનામત આયોગમાં પટેલ ઉપરાંત અન્ય જાતિઓને પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર અનામત આંદોલનમાં યુવાનો સાથ આપે તે જરૂરી છે.

સભાને સંબોધતા હાર્દિકે કહ્યું કે રાજનેતા બનવા આવ્યો નથી પણ સમાજ સેવક બનવા આવ્યો છું. લોકોને શું આપી શકું તે મહત્વનું હોય છે. પંજાબી હોટલ કે ઢાબામાં જાઓ તો ત્યાં માત્ર પંજાબી ખાવાનું જ મળશે. સાઉથ ઈન્ડીયન ડીશ નહી. આ સ્થિતિને બદલવી છે. પંજાબી ઢાબામાં સાઉથ ઈન્ડીયન પણ મળે અને ગુજરાતી થાળી પણ મળે. આવી જ રીતે સરકારે પણ લોકોને શુંં જોઈએ તે સમજવાની જરૂર છે.

હાર્દિકે કહ્યું કે ભાજપ-કોંગ્રેસથી કોઈ લેવા દેવા નથી. યુવાનોને માત્ર રોજગારથી લેવા દેવા છે. જીએસટી ઘટે, મગફળીના પુરતા ભાવ મળે તેનાથી નિસ્બત છે. હવે હાર્દિકનું બધું ખુલ્લું થઈ ગયું છે. લોકોએ કપડામાં પણ જોયો અને કપડા વગર પણ જોયો છે. એટલે હવે એ લોકો શું ખુલ્લું કરવાના છે. જંગલમાં હોય કે સરકસના સિંહમાં ફરક છે. આપણે નક્કી કરવાનું છે કે જંગલના સિંહ બનીએ કે સરકસમાં પાંજરે પુરાતા સિંહ બનીએ.

હાર્દિકે બાલ ઠાકરેનો દાખલો આપતા કહ્યું કે એક ઈન્ટરવ્યુ દરમિયાન બાલસાહેબ ઠાકરે કબુલ્યું હતું કે હું વાઈન પીવું છું. આનો અર્થ એ થાય છે કે લોકોને સારા હોવાનું જુઠ્ઠાણુ ચલાવી જાહેર જીવન જીવાય નહી. આવી જ રીતે હું પણ કહેવા માંગું છું કે હાર્દિક જેવો છે તેવો લોકો સ્વીકારે તો એ પ્રેમ અને લાગણી કહેવાય. મને જાણ્યા પછી પસંદ કરે તો ગમે. આ બધું જાણ્યા પછી લોકોને પ્રેમ મળે તો એ લીડર સાચો કહેવાય. કેટલાક લોકો કહે છે કે રાજકારણ કરવા આવ્યો છું તો કહેવા માંગું છું કે મારે હજુ ઘણું કામ કરવાનું છે. લોકોએ સીએમ બનાવવો હશે તો ચોક્કસપણે સીએમ બનીશ.

હાર્દિકે ભાવિ યોજના અંગે કહ્યું કે માર્ચ મહિનાથી સમગ્ર ગુજરાતમાં પદયાત્રા શરૂ કરવામાં આવશે. ગામડે-ગામડે જાજાગૃતિ લાવવામાં આવશે અને લોકોને થતાં અન્યાયની સામે અવાજ બુલંદ કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here