સુરત: બાઈક પરથી નીચે ઉતારી હાર્દિકની કરી દેવાઈ હત્યા

0
183
Advertisement
Loading...

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત મોડી રાત્રે થયેલી હત્યામાં મૃતક પોલીસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.

પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતો હાર્દિક અને તેનો ભાઇ રાત્રે માતાપિતાને સ્ટેશન પર મુકવા ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે અજાણ્યા ત્રણ શખ્સોએ હાર્દિકને બાઇક પરથી ઉતારી તેની હત્યા કરી દીધી હતી બાદમાં મૃતક હાર્દિકના મોબાઇલમાંથી તેના ભાઇને ફોન કરવામાં આવ્યો હતો કે તમારા ભાઇ હાર્દિકનું એક્સિડન્ટ આ જગ્યા પર થયું છે,ફોન મુકી હત્યારા ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તેનું પીએમ કરાવતા તેના શરીર પર અસંખ્યા ઘાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે હત્યા પાછળ ઘેરાતું રહસ્ય પાંડેસરા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

તો બીજી તરફ પોલીસનો બાતમીદાર હોવાને કારણે તેની હત્યા થઇ હોવાનો આક્ષેપ તેના પરિવારજનો લગાવી રહ્યા છે. અને પોલીસને ઉંડાણપૂર્વક તપાસ કરવાની પરિવારે માંગ કરી છે. જો કે આ હત્યા કેસમાં પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી હોવાનું બહાર આવ્યું છે.

સુરતમાં એક યુવાનની હત્યા

પોલીસના બાતમીદારની હત્યા

અજાણ્યા ઇસમોએ કરી હાર્દિકની હત્યા

પોલીસે હાથ ધરી હત્યા કેસમાં તપાસ

હત્યારાઓએ પરિવારને ગુમરાહ કરવાની કરી કોશિસ

આરોપીને ઝડપી પાડવા પરિવારજનોની માંગ

સુરતના પાંડેસરા વિસ્તારમાં બની ઘટના

(Source By : VTV)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here