જીજ્ઞેશ મેવાણીએ પ્રિયાનો વિડીઓ શેયર કરીને શું કહ્યું ? જાણો

0
262
Advertisement
Loading...

બે દિવસથી પ્રિયા પ્રકાશ વારિયરનાં વિડીઓએ ધૂમ મચાવી છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ પોતાનાં ટ્વીટરમાં આ વિડીઓ મુકીને સૌને વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્વીટમાં જીજ્ઞેશ મેવાણીએ સંઘ પર નિશાન પણ તાક્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટમાં લખ્યું હતું કે ” હેપ્પી વેલેન્ટાઇન્સ ડે. આ વિડીઓ વાઈરલ હિટ થયો તે સંઘનાં વેલેન્ટાઇન્સ ડે નાં વિરોધનો જવાબ છે અને ભારતીયોએ ફરીથી સાબિત કર્યું છે કે તેઓ કોઈને નફરત કરતાં પ્રેમ કરવામાં વધુ માને છે.

વધુમાં જીજ્ઞેશ મેવાણી પહેલાથી જ પ્રેમનાં સમર્થનમાં રહ્યાં છે. તેઓ તેમની દરેક સભામાં અચૂક પ્યાર ઇશ્ક મહોબ્બત ઝીન્દાબાદનો નારો લગાવતા જોવા મળે છે. આજે પણ તેઓએ પ્રેમનું સમર્થન કરીને નફરતની વિચારધારા ફેલાવતા સંઘને આડેહાથ લીધો હતો અને લોકોને વેલેન્ટાઇન્સ ડે ની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશ વારિયરનો વિડીઓ ઘણાં સમયથી ધૂમ મચાવી રહ્યો છે અને ઘણાં યુવાનો તેના પર ફિદા થઇ ગયા છે. વધુમાં ગઈકાલે લોકોના દિલની ધડકન બની ગયેલી પ્રિયા વરિયારનો નવો એક વિડિઓ વાઇરલ થયો છે જેમાં તે પોતાની અદાઓથી હીરો રોશનને ઘાયલ કરી રહી છે. આ વિડિઓમાં બંને કલાસરૂમમાં બેઠા બેઠા એકબીજા સાથે આંખોનાં ઈશારે વાત કરી રહયાં છે. વિડિઓમાં પ્રિયા હાથથી રોશન પર ફાયરિંગ કરવાનો અભિનય કરે છે ત્યારબાદ રોશનને દિલ પર વાગી ગયું હોય તેમ ઢળી પડે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here