ગુજરાત : ઇ-ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટોના બંધને મળ્યો પ્રતિસાદ

0
73
Advertisement
Loading...

દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણ સામે છેલ્લા કેટલાક સમયથી ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પોતાનો વિરોધ નોંધાવી રહ્યુ છે. ત્યારે ફરી એકવાર ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને ઈ-ફાર્મસીના વિરોધમાં બાંયો ચડાવી છે. જે અંતર્ગત આવતીકાલે રાજ્યની ૨૫ હજાર જેટલી દવાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દવાનુ ઓનલાઈન વેચાણને પ્રોત્સાહન આપવા ગત મહિને નોટિફિકેશન બહાર પાડયુ હતું. તેના થોડા દિવસોમાં અમલ પણ શરુ કરી દેવામાં આવનાર છે. જેના વિરોધમાં આવતીકાલે રાજ્યની દવાની દુકાનો બંધ રાખવામાં આવનાર છે.

કેન્દ્રના આ નોટિફિકેશનના કારણે ગ્રાહકો પર અણધારી મુસિબત આવી પડશે તેમ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ભય વ્યક્ત કર્યો છે. એસોસિએશનની ગુજરાત બ્રાંચના જણાવ્યા મુજબ, ઈ ફાર્મસીને પ્રોત્સાહન આપવામાં આવતા ધંધાકીય નુકસાનની સાથે સાથે સામાન્ય જનતાનુ સ્વાસ્થ્યને જોખમ પહોંચે તેમજ યુવા પેઢી પણ ઓનલાઈન દવાઓનો ભોગ બની રહી છે. સરકારે જે નોટિફિકેશન જાહેર કર્યુ છે તેમાં ઘણી વિસંગતતા છે.

દવાના ઓનલાઈન વેચાણમાં કોઈ ભૂલ થશે તો તેમાં ઓનલાઈન વેચાણ કરતી કંપનીની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. જેના વિરોધમાં આવતીકાલે રાજ્યના ૨૫ હજાર કેમિસ્ટો બંધમાં જોડાવાના છે. તેમજ આ બંધ સમયે પ્રજાને તકલીફ ન પડે તે માટે એસોસિએસને અમદાવાદમાં ૧૦ વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે. તેમજ દરેક જિલ્લામાં પણ કેટલીક દુકાનો ખુલ્લી રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here