ગુજરાત : પેટ્રોલ પંપ શરૂ કરવા હવે લાયસન્સ લેવું નહીં પડે

0
113
Advertisement
Loading...

સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય તરીકે પેટ્રોલ ડીઝલનું ખરીદ, વેચાણ અને સંગ્રહ લાયસન્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન રૃપાણીએઆ સંદર્ભે જણાવ્યું કે પારદર્શી પ્રશાસનની આગવી પહેલરૃપે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજ્યમાં નવા પેટ્રોલ પંપ શરૃ કરવા ઇચ્છતા ડીલર્સને પેટ્રોલ-ડિઝલના ખરીદ સંગ્રહ અને વેચાણ માટે રાજ્ય સરકારનો નવો પરવાનો લેવામાંથી મુકિત આપવાની જાહેરાત કરી છે.ગુજરાતમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પેટ્રોલ-ડીઝલ ખરીદસંગ્રહ વેચાણક્ષેત્રે એક ક્રાંતિકારી નવા યુગની શરૃઆતના દ્વાર ખૂલ્યા છે.

આ નિર્ણય અનુસાર હવેથી નવા પેટ્રોલ પંપ શરૃ કરવા ઇચ્છતા ડીલર્સે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના આવશ્યક ચીજવસ્તુ પરવાનો સંગ્રહ-જથ્થા જાહેરાત હુકમ-૧૯૮૧ અનુસાર લેવાનો થતો પરવાનો લેવાનો રહેશે નહીં.

એટલું જ નહીં, રાજ્યમાં પેટ્રોલ ડીલર્સ-પેટ્રોલ પંપધારકોએ તેમના હયાત પેટ્રોલ પંપના પરવાનાની મુદત પૂરી થતાં તે રીન્યુ પણ નહી કરાવવો પડે. જોકે પેટ્રોલ પંપધારકોએ ઓઇલ માર્કેટીંગ કંપનીઝની માર્કેટીંગ ડિસીપ્લીન ગાઇડ લાઇન્સ અને ડિલરશીપ એગ્રીમેન્ટની જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે. આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના અધિકારીઓની પેટ્રોલ-ડિઝલ પંપની તપાસ, નિરીક્ષણ કરવાની સત્તાઓ યથાવત રાખવામાં આવી છે. પેટ્રોલ પંપ ધારકોએ પેટ્રોલ પંપની સેફટી માટે પેટ્રોલિયમ એન્ડ એકસપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન-ડિર્પાટમેન્ટ ઓફ એકસપ્લોઝિવની પણ નિયમાનુસાર અનુમતિ લેવાની રહેશે. રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના આવશ્યક ચીજવસ્તુઓ ડિલર્સ (રેગ્યુલેશન) હુકમ-૧૯૭૭ અનુસાર પેટ્રોલ-ડિઝલના ખરીદ અને વેચાણ માટે ડિલર્સ/ટ્રાન્સપોર્ટર ગેરરીતિ આચરે નહી અને ગ્રાહકોને પંપ ધારકો ગુણવત્તાયુકત પેટ્રોલ પુરૃં પાડે તે માટે ડિલરે ડિઝલ પેટ્રોલના સ્ટોકની આવક-જાવક અને વિતરણનું જરૃરી રેકોર્ડ રજિસ્ટર તથા દસ્તાવેજ નિભાવવાના રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here