રૂપાણી સરકાર પડી શકે છે મુશ્કેલીમાં વરસાદ ખેંચાતા ડેમોના પાણી ખૂટ્યા

0
115
Advertisement
Loading...

ગુજરાતના નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થવાના કારણે હાલમાં સિંચાઈ માટે માત્ર બે ટકા જેટલું પાણી બચ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો જળસંકટની પરિસ્થિતિ ઉદભવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાની પધરામણી ક્યાંક સારી થઇ છે, તો ક્યાંક ઓછી માત્રામાં થઇ છે. મધ્ય ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી છે. હાલ રાજ્યમાં હજુ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યાં જ રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઓછી થઇ રહી છે અને તેનું તળિયું દેખાવા મંડ્યું છે. હાલ નર્મદા ડેમમાં પાણીની ક્ષમતાથી માત્ર બે ટકા જ પાણીનો જીવંત જથ્થો (લાઇવ સ્ટોરેજ) બચ્યો છે. જે માત્ર ચારથી પાંચ દિવસ સુધી જ ચાલી શકે તેમ છે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન હજુ ચાલી રહી છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નહીવત આવકના કારણે ડેમ ભરાયો નથી. જેના લીધે રાજ્યમાં ભરચોમાસામાં જ ગંભીર જળસંકટની સ્થિતિ ઉભી થયું હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા રાજ્યના ખેડૂતોને હાલમાં આપવામાં આવી રહેલું સિંચાઈનું પાણી પણ એકાદ બે દિવસમાં બંધ કરવામાં આવી શકે છે.

રાજ્ય સરકારે બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, સરકાર કોઇપણ સ્થિતિમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી પડવા નહીં દે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશમાંથી નર્મદા નદી શરૂ થાય છે, જે લગભગ 1200 કિલોમીટર લાંબી છે. જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર ડેમો બંધાયેલા છે. ભૂતકાળમાં 100 વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા 28 મિલિયન એકર ફૂટ (એમએએફ) નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશના ભાગે 18 એમએએફ પાણીનો જથ્થો મળે છે, જ્યારે ગુજરાતના હિસ્સામાં 9 એમએએફ જેટલું પાણી આવે છે. અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી આવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here