મરઘીથી સિંહોમાં વાયરસ ફેલાયો ગુજરાત હાઇકોર્ટનું અવલોકન

0
78
Advertisement
Loading...

ગીરમાં ૧૨મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ટપોટપ ૨૩ સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢ થી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં.કોર્ટે અવલોકન કર્યું કે લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિંહોના મોત થયા હોવાની શક્યતા છે.

એક તરફ ગુજરાત હાઇકોર્ટ સિંહોના મોત મામલે નારાજ છે ત્યારે ગુજરાત સરકારે કોર્ટમાં ચોંકાવનારૂ નિવેદન કર્યું છે જેમાં જણાવ્યું છે કે, સિંહોએ કરેલા શિકારમાં મરેલા પશુઓના શરીરમાં રહેલા વાયરસના કારણે ઇન્ફેક્શન લાગ્યાનું પ્રાથમિક તારણ છે. સિંહોના મોત માટે વાયરસ જવાબદાર છે. ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.

ગીરમાં અત્યાર સુધીમાં ૨૩ સિંહોના મોત બાદ પણ હજુ કેટલાંક સિંહો વાયરસની અસર તળે છે અને તેમની સ્થિતિ નાજુક બતાવામાં આવી રહી છે. ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે. ગીરમાં ૧૦ સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે અધિકારીઓની બેદરકારીની પણ તપાસ શરૃ થઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here