નરોડા પાટીયા કેસમાં નિદોર્ષ છુટી ગયેલા ત્રણ આરોપીને હાઈકોર્ટે સજા ફટકારી

0
56
Advertisement
Loading...

2002માં અમદાવાદમાં ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલી હિંસામાં સૌથી વધુ લોકોના મોત નરોડા પાટીયા વિસ્તારમાં થયા હતા, આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા 29 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા, નિર્દોષ છોડવામાં આવેલા આરોપીઓને સજા કરવા માટે રાજય સરકાર અને પીડીત પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંં પીટીશન કરવામાં આવી હતી જેનો ચુકાદો આવતા હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવેલા ત્રણ આરોપીઓને કસુરવાર હોવાનું માની દસ દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટve જસ્ટીશ હર્ષા દેવાણી અને એ એસ સુહતેજીયાએ રાજય સરકાર અને પીડીત પરિવારો દ્વારા મોકલામાં આવેલા પુરાવાઓ અને સેશન્સ કોર્ટના ચુકાદામાં રહી ગયેલી ક્ષતીઓને ધ્યાનમાં લઈ નરોડા પાટીયા કેસમાં છુટી ગયેલા ઉમેશ ભરવાડ, પી જે રાજપુત અને કાજકુમાર ચોમલને કસુરવાર ઠરાવી દસ વર્ષની સજા ફટકારી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here