ગુજરાત સરકારે જાહેર કર્યું 7 દિવસનું નવરાત્રિ વેકેશન નવરાત્રિમા રજાની મજા?

0
383
Advertisement
Loading...

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ હવે નવરાત્રીના પાવન પર્વને ઉમંગ સાથે ઉજવી શકશે, આ માટે રાજ્ય સરકારે શાળા-કૉલેજોમાં મીની વેકેશન જાહેર કર્યું છે.

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણમંત્રીએ આ વાતની માહિતી આપી છે, વિભાવરીબહેન દવેએ આ અંગે કહ્યું કે હવે નવરાત્રી દરમિયાન એટલે કે 15થી 21 ઓક્ટોબર સુધી તમામ શાળા-કૉલેજમાં નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ આમ તો 7 દિવસની રજાઓ જાહેર કરી છે, જોકે, વિદ્યાર્થીઓ માટે આખી નવરાત્રીની રજાઓ બની જશે. ગુજરાતમાં આ વર્ષે 15થી 21 ઓક્ટોબર સુધી શૈક્ષિણક કાર્ય બંધ રહેશે, પણ 13મી ઓક્ટોબરે શનિવાર અને 14 ઓક્ટોબરે રવિવાર હોવાથી નવરાત્રી વેકેશન નવ દિવસનું એટલે કે આખી નવરાત્રીનું થઇ જશે.

શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એક આનંદના સમાચાર છે, કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here