સરકારે લીધો ઐતિહાસિક નિર્ણયઃ દિવ્યાંગો પરદેશમાં પણ વાહનો ચલાવી શકશે

0
112
Advertisement
Loading...

ગુજરાત સરકારનો દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દિવ્યાંગોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકશે. આ નિર્ણયથી દિવ્યાંગો પરદેશમાં પણ વાહન ચલાવવાનો અધિકાર મેળવી શકશે.

દિવ્યાંગો માટે લેવાયેલા આ નિર્ણય ઐતિહાસિક કહી શકાય. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ આપવાનો સરકારના આ નિર્ણયથી પરદેશમાં પણ વાહન ચલાવવાનો તેઓ અધિકાર મેળવી શકશે. અત્યાર સુધીમાં પરદેશ માટે દિવ્યાંગોને લાઈસન્સ નહોતુ મળતું. લાયસન્સ માટે તેમને વાહનમાં જરૂરી ફેરફાર કરાવવો પડશે. ટૂંક સમયમાં જ સરકારના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

આ નિર્ણય મુજબ, જે દિવ્યાંગો વાહન ચલાવી શકે તે સ્થિતિમાં હોય ત્યારે તેમને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવશે. આ માટે આરટીઓ કચેરીમાં તેમની દિવ્યાંગતાને ચકાસવામાં આવશે. તેમજ જો દિવ્યાંગો વાહનમાં ફેરફાર કરીને વાહન ચલાવી શકે તે સ્થિતિમાં હોય તો, તેઓ આસાનીથી નિયમોનું પાલન કરીને ગુજરાતમાં બેસ્યા બેસ્યા આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકે છે. આ નિર્ણયથી દિવ્યાંગોને બે ફાયદા થશે. જો કોઈ દિવ્યાંગને વિદેશમાં જવુ હશે તો આસાનીથી ડ્રાઈવિંગ કરી શકશે, અને વિદેશમાં તેમને ડ્રાઈવરની નોકરી કરવી હોય તો આ લાઈસન્સ તેમને મદદરૂપ બની શકશે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here