LIVE: ગુજરાત બજેટ: નાણામંત્રી નીતિન પટેલે બજેટ વાંચવાનું શરૂ કર્યું, કોંગ્રેસનો વોકઆઉટ

0
210
Advertisement
Loading...

આજે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા બજેટસત્રની કાર્યવાહી ગૃહમાં શરૂ થઇ ગઇ છે. વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલ નાણામંત્રી તરીકે પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

ગાંધીનગરઃ આજે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા બજેટસત્રની કાર્યવાહી ગૃહમાં શરૂ થઇ ગઇ છે. વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલ નાણામંત્રી તરીકે પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પ્રથમ દિવસે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે ગૃહમાં દારૂબંધી અંગે પ્રશ્ન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, દારૂબંધી માટે મને બોલતા રોકવામાં આવ્યો છે. દારૂ માટે પ્રશ્ન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સરકાર દારૂ બાબતે પ્રશ્ન કરનારને રોકવા માંગે છે. વિધાનસભામાં અમારો અવાજ દબાવાશે તો રસ્તા પર અવાજ ઉઠાવીશું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવતાં તેમની સાથે અન્ય બે ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કર્યું હતું. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરનું વોકઆઉટ કર્યું હતું.

મહત્વનું છે કે, હર્ષદ રીબડિયાને ગૃહમાંથી બહાર લઇ જવાયા છે. જેને લઇ ગૃહમાં હોબાળો મચ્યો હતો. ગૃહમાં વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગૃહમાં બજેટ રજૂ
દેશના ગ્રોથ એન્જિનમાં ગુજરાતનો ફાળોઃ નીતિન પટેલ
ગુજરાતના સમૃદ્ધ અર્થતંત્ર મજબૂત થતુ જાય છેઃ નીતિન પટેલ
1.83 લાખ કરોડ રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
ગત વર્ષની સરખામણીમાં રૂ. 11 હજાર કરોડનો વધારો કરાયો
રાજ્યને 1.31 લાખ કરોડની મહેસુલી આવક થશે
વર્ષ 2018-19માં રાજ્યને 1.31 લાખ કરોડની મહેસુલી આવક થશે
વર્ષ 2018-19માં રાજ્યને 1.25 લાખ કરોડનો મહેસૂલી ખર્ચ થશે
2016-17માં રાજકોષીય ખાદ્ય 1.42 ટકા રહી
1,83,666 કરોડનું રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
રાજકોશિય ખાદ્ય 2016-17 માં 1.42 ટકા રહી
2015-16માં રાજકોષિય ખાદ્ય રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનના 2.24 ટકા હતી
એપ્રિલ 2017થી જાન્યુ-2018 સુધી વેરાકીય આવકમાં 20.92 ટકા વૃદ્ધિ
2017માં 1.72,179 કરોડનુ બજેટ હતુ
રાજ્ય સરકાર 47311 કરોડ લોન પાછળ ખર્ચશે
ખેડૂતો માટે 6755 કરોડની જોગવાઇ
ઉલ્લેખનીય છે કે, બજેટ રજૂ કર્યા પૂર્વે ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલી હતી. જેમાં મુખ્યમંત્રીના સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ- ખનીજ અને પેટ્રોકેમિકલ્સ તેમજ કલાયમેટ ચેન્જ જેવા મુદે ચર્ચા કરી હતી. તો બીજી બાજુ પોલીસ હાઉસિંગ, બોર્ડર સિકયુરિટી, સિવિલ ડિફેન્સ જેલ, અને નશાબંધી પ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here