35 જાનૈયાનો ભોગ લેનાર ડ્રાઇવર ઝડપાયો, આપઘાત કર્યાની ઉડી હતી અફવા, પછી જાણો શુ થયું

0
4114
Advertisement
Loading...

ભાવનગર: અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ છગનભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન 6 માર્ચના રોજ યોજાયા હતા. સવારે અનીડા ગામેથી જાન ટાટમ ગામે ટ્રકમાં જઇ રહી હતી ત્યારે બોટાદના રંઘોળા નજીક ઓવરટ્રેક કરવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલ નીચે ટ્રક ખાબક્યો હતો.

જેમાં ઘટનાસ્થળે જ વરરાજાના માતા-પિતા સહિત 31ના મોત નીપજ્યા હતા અને 45થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા થયા હતા. જેમાં વધુ ચાર જાનૈયાના સારવાર દરમિયાન મોત નીપજતા આંકડો 35 પર પહોંચ્યો હતો. આ ટ્રક ડ્રાઇવરને આજે પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રાઇવરે આપઘાત કરી લીધાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી.

ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવાની વાત

ટ્રક ડ્રાઇવર નીતિન લાલજીભાઇ વાઘેલા વરરાજા વિજયના કૌટુંબિક ભાઇ જ થતો હતો. અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઇવર બચી ગયો હતો અને ફરાર હતો. પરંતું આજે પોલીસે તેને કુંઢડી ગામેથી ઝડપી પાડ્યો છે. ટ્રક ભોળાદ ગામના પરેશ આહિરનો હતો. સંબંધના નામે ડિઝલ પૂરાવી લઇ આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાયવરની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ ભાવનગરના અનિડાથી ટાટમ ગામ જવા માટે એક પરિવાર જાનૈયાઓને લઈને લગ્ન માટે નીકળ્યો હતો. આ જાનૈયાઓ ટ્રકમા નીકળ્યા હતા. ટ્રકને રંઘોળા પાસે અકસ્માત થતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેને કારણે 31 લોકોના મોત થયા હતા. હાલ આ મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. આ અકસ્માતને કારણે લગ્ન જેવો ખુશીનો પ્રસંગ માતમાં ફેરવાઈ ગયો હતો. અનિડા માટે એકસાથે અનેક અર્થી ઉઠતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.(-ગુજરાતીયોયો-)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here