ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૩૦૯ ખેડૂતોનો આપઘાત

0
80
Advertisement
Loading...

દેશમાં દુષ્કાળ, પાક નિષ્ફળ કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧,૩૦૯ ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં સમૃદ્ધ ગણાતું ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે, જે ચોક્કસ ચિંતાનો વિષય છે. ખેડૂતો-ખેતમજૂરના મોતના આ આંકડા તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪માં ગુજરાતમાં આપઘાતના ૫૫૫ કેસ, વર્ષ ૨૦૧૫માં ૨૪૪ કેસ અને વર્ષ ૨૦૧૬માં ૩૭૮ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૪ કરતા ૨૦૧૬માં આપઘાતના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો થયો છે. પંરતુ ૨૦૧૫ના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો આપઘાતની સંખ્યામાં ૩૫. ૫ ટકાનો વધારો થયો છે.

સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થયેલા અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૬ સુધી દેશમાં કુલ ૨૦,૦૦૮ ખેડૂતો અને ૧૬,૩૨૪ ખેતમજૂરોએ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા તપાસીએ તો અહીં ૧,૧૭૭ ખેડૂતમજૂરો અને ૧૩૨ ખેડૂતોએ આપઘાત કર્યો હતો. આનો સીધો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં ખેડૂતોની સરખામણીમાં ખેતમજૂરોના આપઘાતનું પ્રમાણ ખૂબ જ વધારે છે. દેશમાં ખેડૂતોના આપઘાતના છેલ્લા ત્રણ વર્ષના આંકડા તપાસવામાં આવે તો ૨૦૧૪ના વર્ષમાં કુલ ૫,૬૫૦ ખેડૂતો, ૨૦૧૫ના વર્ષમાં ૮,૦૦૭ અને ૨૦૧૬ના વર્ષમાં ૬,૩૧૧ ખેડૂતોએ આપઘાત કર્યો હતો. જ્યારે ૨૦૧૪ના વર્ષમાં કુલ ૬,૭૧૦ ખેતમજૂરો, ૨૦૧૫ના વર્ષમાં ૪,૫૯૫ અને ૨૦૧૬ના વર્ષમાં કુલ ૫,૦૧૯ ખેતમજૂરોએ આપઘાત કર્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here