સરકાર સંચાલકોના ઘુંટણીએ પડી, સ્કુલોમાં 17 થી 82 હજાર ફી લેવાની છૂટ

0
150
Advertisement
Loading...

રાજ્યભરમાં ફીની ઉઘાડી લૂંટ સામે વાલીઓએ ઠેર ઠેર વિરોધ કર્યા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ફી ઘટાડવા અંગે જાહેરત કરી હતી. પણ આ તમામ વાતો ભોપાળુ સાબિત થઇ. કારણ કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સરેઆમ લોકોને છેતરી રહ્યાં છે. પહેલાં ફી ઘટાડવાનું વચન આપ્યુ અને બાદમાં ફી વધારવામાં જરાં પણ પાછી પાની નથી થઇ રહીં. એટલું ઓછુ હોય તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ફી મુદ્દે હવે મીડિયા સામે બોલવાનું પણ ટાળે છે.

શાળા સંચાલકોનાં દબાણમાં હોય કે પછી અન્ય કોઇ કારણ હોય તેમને આપેલાં વચનો તદ્દન ઠાલા જ સાબિત થઇ રહ્યાં છે. અને વાયદાઓ મૂરખ બનાવવાનાં સાધન હોય તેમ લાગે છે.

સરકાર દ્વારા 53 સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી છે, ત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે વાલીઓને ‘આબાદ ઉલ્લુ’ બનાવ્યા હોવાની લાગણી ફેલાઇ રહી છે. વાલીઓનું તો ત્યાં સુધી કહેવું છે કે, આ આખેઆખું નાટક સરકારે શાળા સંચાલકોના ઇસારે જ કર્યું હોય તેમ પણ બની શકે છે. આનું કારણ એ છે કે, ફી ઘટાડવાના નામે સરકારે જે કવાયત આદરી અને મોટી-મોટી ડંફાસો મારીને ફી નિર્ધારણ કમિટીની (FRC)ની રચના કરી તે કમિટીએ તો અંતે કોથળામાંથી બિલાડું કાઢ્યું અને અંતે તો જે સ્કૂલોની ફી નહોતી વધવાની તેની પણ ફી વધી ગઇ છે. એકંદરે કોઇ શાળાની ફી હાલ તો ઘટી હોય તેમ આ યાદીમાંથી પ્રતિત થતું નથી. ઉલટાનું આનાથી રાજ્યભરમાં શિક્ષણ મોંઘું થઇ જશે.

સૌથી પહેલાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જ્યારે જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે, તેઓ દરેક ફીને ત્રણ તબ્બકામાં વહેંચી દેશે. પ્રાથમિક શાળાની ફી હશે 15000 રૂપિયા, માધ્યમિક શાળાની ફી હશે 25000 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી હશે 27000 થશે.

બીજી વખત ફીનાં માળખામાં ફેરફરા કરવામાં આવ્યા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી 27,000ની જગ્યાએ 30,000 રૂપિયા કરવામાં આવી. જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

શિક્ષણ મંત્રીનાં આદેશ મુજબ હાઇકોર્ટનાં નિવૃત જજની નિમણૂંક કરવાનો આદેશ કર્યો હતો. જે ચારેય ઝોન માટે ફી નક્કી કરવા બાબતે શાળા સંચાલકોએ જજની સલાહ સંમત્તી લેવી પડશે. જજની સંમત્તી સાથે રાજ્યની 44 શાળાઓની ફીનું લિસ્ટ જાહેર થયુ છે જેમાં 90% શાળાઓની ફિમાં શિક્ષણ મંત્રીએ જાહેર કરેલા માળખા મહત્તમ ફીનાં માળખાથી વધુની ફી નક્કી કરવામાં આવી છે.

હવે આ તમામ તરકટ જોતા લાગે છે કે શાળાઓ અને સરકારની આ મીલીભગત સીવાય અન્ય કંઇ જ નથી. કારણ કે જ્યારે એક વખત સરકારે નક્કી કર્યુ કે તમામ શાળાની ફી એક રકમથી વધુ નહીં હોય તો તેમ છતાં રાજ્યની મોટાભાગની શાળાઓમાં ફીનો આંકડો ઘણો મોટો છે.

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ફી રેગ્યુલેટરી કમિટીમાં પેરેન્ટસ એસોસિએશનનો સમાવેશ કરવામાં આવે. ઉપરાંત સરકાર દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવે તે જ લેવામાં આવશે. પ્રોવિઝનલ ફી કરતા જે શાળાઓએ વધુ ફી લીધી છે તે શાળાઓએ ફી પરત આપવી પડશે.

કઇ શાળાની કેટલી પ્રોવિઝનલ ફી?
ગ્લોબલ મિશન સ્કૂલ – 30થી 60,000
ઝાયડસ સ્કૂલ – 40થી 52,000
DAV પ્રી-પ્રાઇમરી – 40થી 45,000
LML ઓગળંજ – 35થી 53,000
માધવ ઇન્ટરનેશનલ – 22થી 35,000
મધર ટેરેસા – 17થી 35,000
વૈદાંત ઇન્ટરનેશનલ – 38,000
ગ્લેબલ ઇન્ટર નેશનલ – 50થી 60,000
રેડ બ્રિક્સ સ્કૂલ – 62થી 82,000
પિનેકલ પબ્લિક સ્કૂલ – 33થી 54,000

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here