સ્પામાં કામ કરતી યુવતીને સ્પાના માલિક સાથે બંધાયા સંબંધ, પછી અચાનક આવ્યો નવો વળાંક?

0
208
Advertisement
Loading...

અમદાવાદના રામોલમાં એક યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતીએ સ્પા માલિકનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેણે જણાવ્યું હતું. યુવતીને હાલ શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

અમદાવાદના વસ્ત્રાલ પાસે એક યુવતીએ જાહેરમાં દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પક કોમ્પ્લેક્સમાં રે સ્પા નામનું સ્પા ચાલે છે. મોના પટેલ નામની યુવતી આ સ્પામાં કામ કરે છે જેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મોના પટેલ છેલ્લા ઘણાં સમયથી આ સ્પામાં કામ કરતી હતી. સ્પાના માલિક વિશાલ સિંહ ઝાલા સાથે મોનાનો પ્રેમ સંબંધ હોવાની વાત પણ ચર્ચાઈ રહી હતી.

વિશાલસિંહ સાથેના પ્રેમમાં નિષ્ફળતાને કારણે યુવતી અપસેટ રહેતી હતી તેવું જાણવા મળ્યું હતું. આ બાદ મોના શનિવારે સ્પામાં આવી હતી અને સ્પામાં કામ કરતી બીજી યુવતી સાથે મારામારી પણ કરી હતી તેવું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ મોના પટેલે સ્પાની બહાર જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિશાલસિંહ નામનો યુવાન ગૌ રક્ષક તરીકે પણ પોતાની ઓળખ આપે છે.

યુવતીને સારવાર માટે હાલ શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here