કોલેજીયન યુવતીનું અપહરણ કરી નશીલો પ્રદાર્થ સુંઘાડી બેભાન કરીને શું કર્યું ? જાણીને ચોંકી જશો

0
504
Advertisement
Loading...

ભાવનગરના ગઢડાની કોલેજીયન યુવતીને અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ઢોર માર મારીને ફેંકીને જતાં રહ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવતીને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે યુવતીનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. યુવતી બોટાદ જઈ રહી હતી, ત્યારે તેને નશીલો પદાર્શ સુંઘાડી બેભાન કરી અપહરણ કરાયું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, ભાવનગરના ગઢડમાં રહેતી યુવતી બોટાદમાં બીએડ કરે છે. ત્યારે બોટાદ જઈ રહી હતી, ત્યારે કોઈએ પાછળથી તેને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી નાંખી હતી અને તેનું અપહરણ કરી લીધું હતું. યુવતી ભાનમાં આવી ત્યારે તે હાઇ-વે પર હતી.

અપહરણકારોએ યુવતીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તેનો એક કાન અને અંગુઠો પણ કાપી નાંખ્યા હતા. એટલું જ નહીં, માથાના ભાગે ઇજા કરીને યુવતીને ફેંકીને જતા રહ્યા હતા. યુવતીએ પરિવારજનોને જાણ કરતાં તેને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હાલ યુવતીને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.

એક મહિના પહેલા કેટલાક શખ્સોએ યુવતીના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા એટીએમથી કાઢી લીધા હતા. પરિવારજનોને શંકા છે કે, આ જ શખ્સો દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here