હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ માટે ઓનલાઈન એપ્લાય કરનારા લોકો સાથે છેતરપિંડી.

0
217
Fraud with people who apply online for high security number plate
Advertisement
Loading...

(જી.એન.એસ) વડોદરા, એચએસઆરપીનું ભૂત લોકોનો પીછો છોડી રહ્યું નથી. જુના વાહનોમાં એચએસઆરપી ફીટ કરાવવા માટે આરટીઓ ઓફિસ ખાતે લાંબી લાઇનો લાગી રહી છે. લેભાગુ એજન્ટો વધારાના રૃપિયા લઇને લાઇન વગર તુરંત કામ પતાવી આપે છે. જો આરટીઓએ નિયત કરેલા ડિલરો પાસે જઇને ફીટ કરાવો તો પણ લૂંટાવુ તો પડે જ છે. ત્યાં પણ ટુ વ્હિલરના રૃ.૧૪૦ના બદલે રૃ.૫૦૦ અને ફોર વ્હિલના રૃ. ૪૦૦ને બદલે ૧૦૦૦ વસુલવામાં આવી રહ્યા છે.

આ લૂંટમાં ડિલર, એચએસઆરપી એજન્સી અને આરટીઓની ભાગ બટાઇ હોય છે. અરજદારને આરટીઓના બદલે ડિલરોની એપોઇન્ટમેન્ટ અપાય છે અને ડિલરો આરટીઓએ નિયત કરેલી ફી કરતા વધુ નાણા વસુલે છે. આ બધી માથાકૂટથી બચવા માટે ટેકનોલોજીના જાણકાર અને યુવા વર્ગ આરટીઓની ઓનલાઇન સેવાનો લાભ લેવા માટે પ્રયત્ન કરે છે. કેમ કે આરટીઓ દ્વારા મોટાપાયે જાહેરાતો કરવામાં આવે છે કે તેમની તમામ સેવાઓ ઓનલાઇન છે અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવો તો લાઇનમાં ઉભુ ના રહેવુ પડે અને સમયનો વ્યય ના થાય.

પણ આરટીઓની વેબસાઇટ પણ એચએસઆરપી એજન્સી અને ડિલરોની દલાલીનું કામ કરતી હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે. જુના વાહનોમાં એચએસઆરપી માટે ઓનલાઇન એપોઇન્ટ લેનાર અરજદારને તેમના મોબાઇલ પર એક એસએમએસ મળે છે જેમાં તેમના એડ્રેસથી નજીકના વિસ્તારના ડિલરોનું એડ્રેસ આપવામાં આવે છે અને તે ડિલરોનો સંપર્ક કરવાની સૂચના અપાય છે. અરજદાર આ એસએમએસથી ખુશ થઇ જાય છે.કેમ કે તે એવુ વિચારીને જ ડિલર પાસે પહોંચે છે કે આરટીઓની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ હોવાથી ડિલર ચાર્જ પણ આરટીઓ દ્વારા નિયત કરેલો જ વસુલશે પણ જ્યારે ડિલર પાસે પહોંચે છે ત્યારે તેને સ્પષ્ટ કહેવામાં આવે છે કે ટુ વ્હિલરના રૃ.૫૦૦ અને ફોર વ્હિલરના રૃ.૧૦૦૦ જ લેવામાં આવશે. આખરે ના છૂટકે અરજદાર કંટાળીને વધારાનો ચાર્જ ચુકવીને એચએસઆરપી ફીટ કરાવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here