ટ્રેન અડફેટે આવતા માતા-પિતા સહિત એક જ પરિવારના 4નાં મોત, દીકરી બની નિરાધાર

0
315
Advertisement
Loading...

બનાસકાંઠાના દિયોદરના ભાડકાસર ગામ નજીક મંગળવારે સાંજે ભુજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યાં હતાં. માતા-પિતા અને બે પુત્રોના મોતને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે દાદાના ઘરે રહેલી દીકરીનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામમા રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ઠાકોર મંગળવારે સાંજના સમયે બે પુત્રો અને પત્ની સાથે ભૂજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈશ્વરજી અને ત્રણ વર્ષના બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે ઠાકોર પરિવારના સભ્યો કયા કારણસર ટ્રેનની હડફેટે આવ્યા તેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. આ મામલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે દીકરી દાદાના ઘરે હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

ટ્રેન અડફેડે આવી જતાં રબાબેન ઈશ્વરભાઈ ઠાકોર, કિશન ઈશ્વરભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ રાજાજી ઠાકોર અને અશોક ઈશ્વરભાઈ ઠાકોરનું મોત નિપજ્યું હતું.

ઈશ્વર ઠાકોરની એક દીકરી નિતા જે દાદાના ઘરે હોવાથી આ ઘટનામાં બચી ગઈ હતી. નિતાનો આખો પરિવાર મોતને ભેટતાં તે નિરાધાર બની ગઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here