અમદાવાદમાં યુવતીને ન્હાતી જોવા બાથરૂમમાં ગોઠવ્યો સ્પાઇ કેમેરા પછી શું થયું જાણો

0
1668
Advertisement
Loading...

શહેરના મોટેરા વિસ્તારમાં યુવતીને ન્હાતી જોવા માટે મકાનમાલિકે બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાનમાલિકે બાથરૂમમાં શાવર પર કેમેરો ગોઠવ્યો હતો. આ અંગે યુવતીને જાણ થતાં સ્પાય કેમરો લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

યુવતીની ફરિયાદને આધારે આરોપી મકાન માલિકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. આગળ વાંચોઃ આવા સ્પાઇ કેમેરાની કઈ રીતે મેળવી શકશો જાણકારી, વાંચો ટિપ્સ..

કોઈ શોપિંગ મોલના ચેન્જિંગ રૂમમાં તો ક્યારેક કોઈ પબ્લિક ટોયલેટ કે હોટલના વોશ રૂમમાં મહિલાઓના ન્હાતા અને કપડા બદલતાં વીડિયોના સમાચાર અવાર-નવાર આવતાં હોય છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આવી ઘટનાઓથી બચી શકાય છે. જો મિરર અને આંગળી વચ્ચે સ્પેસ દેખાતી હોય તો તે નોર્મલ મિરર છે. જો સ્પેસ ન હોય તો તે ટૂ-વે મિરર છે.

ફેસને મિરર પાસે લાવો અને બંને હાથથી આંખો પર આવતી લાઇટને બ્લોક કરો. આ સ્થિતિમાં ટૂ-વે મિરર સામે બાજુ જોવાનું આસાન થઈ જાય છે.

મિરર પર નોક કરો. જો મિરર સામાન્ય અવાજ કરે તો તે નોર્મલ છે. ટૂ-વે મિરર હશે તો તેનો અવાજ ગૂંજશે.

લાઇટ ઓફ કરીને સ્માર્ટફોનની ફ્લેશલાઇટથી મિરર પર નજીકથી નજર નાંખો. ટૂ-વે મિરર હશે તો બીજી બાજુ તમે જોઇ શકશો.

દિવાલ પર ફિટ મિરર ટૂ-વે હોઇ શકે છે. તેમાં ગ્લાસના પીસને માઇક્રો પેન નામના વિશેષ પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જે મિરર જેવો દેખાય છે પરંતુ બીજી તરફથી પણ તમે સ્પષ્ટ જોઇ શકો છો

ટૂ-વે મિરરમાં બીજી તરફ સ્પષ્ટ જોઇ શકાય તે માટે લાઇટ દસ ગણી બ્રાઇટ હોય છે. આ લાઇટને ડીમ કરીને મિરરની બીજી તરફ જોઇ શકાય છે.

મિરરની નજીક જઈને જુઓ. જો તમારી ઇમેજમાં થોડો પણ ચેન્જ જોવા મળે તો તે ટૂ-વે મિરર હોઇ શકે છે. બે મિરર હોવાના કારણે આમ થાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here