કિર્તીદાને ગાયું ‘વાગે ભડાકા ભારી’ ને થયો ધડાધડ ગોળીઓનો વરસાદ, જુઓ તસવીરો

0
788
Advertisement
Loading...

સોશિયલ મીડિયા પર કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટો સાથે ગોળીનો વરસાદ થતો વીડિયો રાયરલ થયો છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો જૂનાગઢનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા લગ્નપ્રસંગમાં સંગીત કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી અને અન્ય કલાકોરો હાજરી આપી હતી. જેમાં કિર્તિદાન ગઢવીના ‘વાગે ભડાકા ભારી રે’ ભજન દરમિયાન લોકોએ ફાયરિંગ કર્યું હતું.

વીડિયોમાં જોઇ શકાય છે કે, કિર્તીદાન ગઢવી ભજન ગાઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકો બંદૂકથી હવામાં ફાયરિંગ કરી રહ્યા છે.

જ્યારે બીજી તરફ લોકો કિર્તીદાન પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ લોકો દ્વારા સંખ્યાબંધ વાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ લગ્ન પ્રસંગમાં સંતો અને સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. ત્યારે જૂનાગઢના ફાર્મ હાઉસમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે આ વીડિયો એક મહિના પહેલાનો છે. ક્ષત્રિય પરિવારના લગ્નનો આ વીડિયો હોવાનું પણ જણાવાઇ રહ્યું છે.

આ વીડિયોમાં રૂપિયાના વરસાદ સાથે સાથે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું હોય તેવું જોવા મળે છે.

ડાયરામાં લગ્ન હોય તેના પરિવારજનો અને સગા સંબંધીઓએ 30થી વધુ વખત ફાયરિંગ કર્યાનું વીડિયોમાં જોવા મળે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here