ઉપલેટા: પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત, 60-70 ટેન્ટ બળીને ખાખ

0
210
Advertisement
Loading...

ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રે શોટસર્કિટના કારણે અચાનક આગ લાગતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે 15 જેટલી કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. આ ઘટનામાં અંદાજે 60થી 70 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર 300 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવી છે.

મળતા અહેવાલ અનુસાર રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. બનાવની જાણ થતાં રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા પહોંચ્યા હતા.

ઘટનામાં દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઈ હતી તેઓને હોસ્પિટલ લઈ જવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગ કાબુમાં લેવા માટે ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા.

લગભગ એક કલાકથી વધુ અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી. કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, કિશોરીઓમાંથી ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું અને ડર દૂર કરવાની કોશિશ કરી હતી.

પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી.

પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર શરૂ થાય તેના થોડા દિવસો પહેલાં જ આર્મી અને નેવીના જવાનો પ્રાંસલા આવી પહોંચે છે. ગત શુક્રવારથી શિબિર શરૂ થઇ ત્યારથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. શુક્રવારે રાત્રે આગ લાગી તેની સાથે જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

ગુજરાત ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાંથી પ્રાંસલા આવેલા 10 હજારથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને રહેવા માટે હજારો ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. જે વિભાગમાં આગ લાગી હતી ત્યાં બાજુ-બાજુમાં જ ટેન્ટ હતા. 60થી 70 ટેન્ટ ક્ષણભરમાં જ સળગી ગયા હતા. આથી આસપાસના ટેન્ટમાં ભારે ધુમાડો થતાં કેટલીક કિશોરીઓ ટેન્ટમાં જ ફસાઇ હતી. સાથી મિત્રોએ મદદ કરીને કિશોરીઓને બહાર લઇ જવાઇ હતી. ઘટનાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં….

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here