ફેસબુક માં ફેક એકાઉન્ટ બનાવનારા ચેતી જજો શું આવશે અંજામ જાણો

0
304
Advertisement
Loading...

આજકાલ સોશિયલ મિડિયાનો દૂરપયોગ વધી રહ્યો છે, રાજકોટનો યુવક ફેસબુક પર ફેક પ્રોફાઇલ બનાવીને અમદાવાદની યુવતીને વિભત્સ મેસેજ મોકલીને હેરાન પરેશાન કરતો હતો, આ ગુનામાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક એક તરફી પ્રેમ કરતો હતો, યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતાં તેણે આ કત્ય આચર્યું હતું.

અમદાવાદની યુવતીએ સાઇબર સેલમાં ફરિયાદ નોધાવી હતી કે સોશિયલ સાઇટ ઇન્સ્ટ્રાગ્રામ અને વોટ્સએપ પર કોઇક અજાણી વ્યક્તિ સતત વિભત્સ ફોટા મોકલતો હતો, આ બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટર, વી.બી.બારડની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરતા ઇન્સ્ટ્રાગ્રામ પર ફેક આઇડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઉંડાણ પૂર્વકની તપાસ કરતાં મેસેજ કરનાર તથા વોટ્સએપ પર અલગ અગલ નંબરથી મેસેજો કરનારા આરોપીનો મોબાઇલ ટ્રેસ કરીને પોલીસે રાજકોટમાં નાનામવા સર્કલ પાસે રાજરેસીડેન્સી સામે સાંકેત પાર્કમાં રહેતા ગુંજન ગોરધનભાઇ અણદાભાઇ (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં ફરિયાદી આરોપીની સગામાં થતી હતી, લગ્ન પ્રસંગે યુવતી રાજકોટ જતી હતી એટલું જ નહી બે વર્ષ અગાઉ સગાના ત્યાં પાંચ દિવસ રોકાઇ હતી, તે દરમિયાન આરોપીને એક તરફી પ્રેમ થયો હતો. ત્યારબાદ ફોન કરીને લગ્ન કરવાની વાત કરતો હતો પરંતુ યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કર્યા હતો. જેથી યુવતીને પરેશાન કરવા માટે આ કૃત્ય આચર્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here