અંતે ભાનુભાઈનો મૃતદેહ સ્વિકારાયો : જાણો ક્યાં થશે અંતિમ સંસ્કાર?

0
178
Advertisement
Loading...

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. ઘટનાના 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

ગઈકાલે મોડી રાત્રે ઘટનાના 54 કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here