રાત્રે બંધ રૂમમાં પુત્રીને પ્રેમી સાથે પિતાએ રંગેહાથ ઝડપી પાડ્યો પછી શું થયું

0
745
Advertisement
Loading...

પોરબંદરના રાણાવાવ તાલુકાના એક ગામે રહેતી યુવતીને તેના પ્રેમી સાથે બંધ રૂમમાં પિતાએ ઝડપી પાડતાં યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. યુવતીના મોતને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રાણાવાવ તાલુકાના એક ગામમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીની માતા યાત્રાએ ગઈ હતી. તેથી ઘરે તેના પિતા અને તેની નાની બહેન અને ભાઈ જ હતાં.

રાત્રીના સમયે તેના પિતા પણ વાડીએ પાણી વાળવા માટે ગયાં હતાં. જ્યારે તે ઘરે પરત ફર્યાં ત્યારે તેની મોટી પુત્રી ત્યાં જોવા ન મળતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

પિતાની શોધખોળ દરમિયાન મોટી પુત્રી ઘરના એક રૂમમાં યુવાન સાથે મળી આવી હતી. તેમજ પકડાઈ જવાની બીકે યુવક તેમજ પુત્રીના ભાઈ-બહેનોને હડસેલો મારીને નાસી ગયો હતો.

આ અંગે પુત્રી પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું.

ત્યાર બાદ યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના આપઘાતના પગલે ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here