ગુજરાતના મંત્રીઓના પગાર માટેના ખર્ચમાં ૧૭.૭૩ ટકાનો વધારો.

0
161
Expenditure on salary for Gujarat ministers increased by 17.73%
Advertisement
Loading...

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં મંત્રીઓના પગાર માટેના ખર્ચમાં ૧૭.૭૩ ટકાનો વધારો કરી ૫.૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આ મંત્રીઓના અંગત કર્મચારી વર્ગનો ખર્ચ તેના કરતા ચારગણો એટલે કે, રૂપિયા ૨૧.૧૭ કરોડ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ ૧૮૨ ધારાસભ્યો માટે ૧૫.૪૩ કરોડ, વિરોધપક્ષના નેતા માટે ૯૩.૦૩ લાખ અને મુખ્ય દંડક અને તેમના મહેકમ માટે ૪ ટકા જેટલો કાપ મુકવા છતાં ૧.૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંત્રી પરિષદ એટલે કે, મંત્રીમંડળ પાછળ ૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ રૂપિયા ૫.૭૦૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ચૂંટણીઓ માટે ૨૪૭.૨૮૮૫ કરોડની માગ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મુકવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અન્ય ખર્ચ માટે ૧૨૨.૮૧૨૯ કરોડની માંગણી મુકવામાં આવી છે. આ ત્રણેય માંગણીઓમાં કુલ ૩૭૫.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. તેમાં મંત્રીઓના પગાર માટે આ વર્ષે થયેલા ૮૫.૯૨ લાખના ખર્ચમાં ૧૭.૭૩ ટકા એટલે કે, રૂપિયા ૮૫.૯૨ લાખનો વધારો કરી ૫.૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ સાથે મંત્રીઓના સરભરા અને આતિથ્ય ખર્ચ પાછળ ૧.૪૩ લાખ તેમજ પ્રવાસ પાછળ ૧.૧૦ કરોડ સિવાય બીજા ખર્ચ માટે ૧૮.૦૯ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક મંત્રીઓ અને સંસદીય સચિવોના અંગત કર્મચારી વર્ગ માટે મંત્રી પરિષદ કરતા ચારગણો એટલે કે, ૨૧ કરોડ ખર્ચ આ વર્ષે કરવામાં આવશે. જ્યારે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે તે ખર્ચ ૨૧.૧૭ કરોડ અંદાજવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો માટે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૧.૮૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તેની સામે આગામી વર્ષમાં ૧૫.૪૩ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

ધારાસભ્યો માટેના ખર્ચમાં ૩૦.૮૨ ટકા વધારો કરવાથી એક ધારાસભ્ય પાછળ વાર્ષિક રૂપિયા ૮.૪૮ લાખ અને માસિક રૂપિયા ૭૦,૬૭૯નો ખર્ચ રાજ્ય સરકારની તિજોરીમાંથી કરવામાં આવે છે. પ્રજાના પ્રતિનિધિઓના આ ખર્ચમાં વિરોધ પક્ષના નેતા પણ બાકાત નથી. વિપક્ષના નેતાની કચેરીના કામકાજ માટે આગામી વર્ષે ૨૫.૧૪ ટકાનો વધારો કરી રૂપિયા ૯૩.૦૩ લાખ ખર્ચ કરવામાં આવશે. જ્યારે મુખ્ય દંડકની કચેરીમાં ૪.૨૯ ટકા જેટલો ખર્ચ ઘટાડી કુલ રૂપિયા ૧.૪૬૪ કરોડ ખર્ચ કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here