‘પત્ની-દીકરો બહાર ઊભા હતા ને એ હરામખોર કિચનમાં મારી સાથે સેક્સ માણતો હતો’, જાણો વિગત

0
1215
Advertisement
Loading...

5 હજાર રૂપિયામાં વેચી દેવાઈ અને 2 વર્ષ સુધી રેપ કરાયો અને પછી 30 હજારમાં ફરીથી વેચી દેવામાં આવી હતી. આ 15 વર્ષની સગીરાએ સમગ્ર ઘટનાની પોતાની આપવીતી જણાવી. ફરીદાબાદની ચાઈલ્ડલાઈન પર કોલ પછી છોડાવાવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તેણે કેવી-કેવી યાતનાઓ સહન કરી.

ઓલ્ડ ફરીદાબાદમાં વીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી સગીરાએ જણાવ્યું હતું કે, એક માર્ગ અકસ્માતમાં માતા-પિતાને ગુમાવ્યા બાદ કેઈ રીતે 5 હજાર રૂપિયામાં તેનો સોદો કરાયો હતો અને ઝારખંડથી દિલ્હી લાવવામાં આવી હતી. 2 વર્ષ પહેલા સુરેન્દ્ર નામનો એક શખ્સ આ સગીરાને લઈને આવ્યો હતો.

રડતા-રડતા સગીરાએ જણાવ્યું હતું કે, મારા અને મારા ભાઈઓની સંભાળ રાખનારું કોઈ ન હતું, એટલે મારા દાદી અમારા ઘરે રહેવા માટે આવી ગયા હતા. તે અમારી સાથે સારું વર્તન કરતા ન હતા અને આખરે તેમણે મને વેચી દીધી હતી.

પીડિતાએ જણાવ્યું હતું કે, તેને લાગ્યું કે દિલ્હી આવીને તેનું જીવન સુધરશે, પરંતુ અહીં આવીને તેનું જીવન વધુ ખરાબ થઈ ગયું હતું. તેને ખરીદીને લાવનારો સુરેન્દ્ર તેને મારતો પણ હતો અને વારંવાર રેપ પણ કરતો હતો.

સગીરાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેણે મને હાયર કરવા માટે કોઈ કપલ શોધી રહ્યો હતો ત્યારે કેટલાક દિવસો સુધી મને મારવાનું બંધ કરી દીધું હતું. કારણ કે મારા શરીર પર મારના કોઈ નિશાન ના દેખાય. જે છેલ્લા 2 વર્ષ સુધી મારા માટે સારો સમય હતો. બસ એ જ હતો જ્યારે હું એ કપલના ઘરમાં રહી, પરંતુ ખુશીના દિવસો વધુ ટકી શક્યા નહીં. દિલ્હીમાં કપલના ઘરે કામનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં જ સુરેન્દ્ર થોડા સમયમાં જ મણિ મિશ્રા નામના શખ્સને લઈને આવ્યો અને મને તેની સાથે ફરીદાબાદ મોકલી દીધી.

જેવી રીતે હું મિશ્રાના ઘરમાં આવી તેણે દિલ્હીમાં મેં કમાયેલા 30 હજાર રૂપિયા મારી પાસેથી લઈ લીધા અને મારો રેપ કરવાનો શરૂ કર્યો. તેણે રસોડામાં મારો રેપ કર્યો અને તે સમયે તેની પત્ની અને દીકરો રસોડાની બહાર ઊભા હતા. પરંતુ આ બધું રૂટિન બની ગયું હતું.

આંસુઓમાં ડૂબેલી પીડિતાએ કહ્યું હતું કે, મિશ્રા તો સુરેન્દ્રથી પણ 10 ગણો વધારે ખરાબ હતો. તે સંબંધ બનાવવાની ના પાડવા પર રસોડામાં રાખેલી લાકડીની બીક બતાવતો હતો અને બૂમો પણ નહોતો પાડવા દેતો. મેં ભાગવાનો પ્રયાસ કરવા પર મિશ્રાએ તેના પગ બાંધીને સિગારેટના ડામ આપ્યા હતાં.

સગીરાએ તેની આપવીતી જણાવતા પીડિતાએ કહ્યું કે, ઘણાં દિવસો સુધી તે કિચનમાં જ રહીને દિવસો ગુજારતી હતી. જ્યારે મને વોશરૂમ જવું હોય ત્યારે જ મને કિચનમાંથી બહાર કાઢતો તે સમયે જ હું તેના બાળકોને જોઈ શકતી હતી. જોકે અચાનક સગીરાને મિશ્રાના ચુંગલમાંથી આઝાદી મળી હતી. બે યુવકોની નજર સુજેલી આંખોવાળી અને પોલિથિન ઓઢેલી પીડિતા પર પડી અને પછી તેણે સાંકેતિક ભાષામાં તેમને કંઈક જણાવ્યું હતું. બંને યુવકે તેને પોલીસ પાસે લઈ ગયા અને પોક્સો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. સગીરાને છોડાવી લેવાઈ અને હાલમાં આરોપી ફરાર છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here