ગુજરાતમાં 15 એપ્રિલથી ટ્રાફિક નિયમોના ભંગ કરનાર ને શું થશે ? જાણો વિગત

0
220
Advertisement
Loading...

રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. ઇ-મેમોની પુન: શરૂઆતની જાહેરાત કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આગામી 15 એપ્રિલથી ઇ-મેમો શરૂ કરાશે. તમામ મહાનગરોમાં આ આદેશનો અમલ કરાશે.

થોડા મહિના પહેલા ઇ-મેમો બંધ કરતાં સમયે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સિસ્ટમમાં એરર હોવાથી કેટલીક ક્ષતિઓ આવતા સ્માર્ટ સીટી પ્રોજેકટ આગામી ચાર મહિનામાં પૂર્ણ થાય તેમ હોવાથી હાલના તબક્કે ઇ-મેમો આપવાની પદ્ધિત રદ કરવામાં આવે છે.

અગાઉ રાજ્ય સરકારના ધ્યાન પર એવું આવ્યું હતું કે, નિયમ ભંગ કર્યો ન હોય તેવા વાહનચાલકને પણ ઇ-મેમો મળતો હોવાથી તેમને મુશ્કેલી પડે છે. સિસ્ટમ એરર હોવાથી ખોટા ઇ-મેમોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો.

ઉપરાંત ઇ-મેમોની વસૂલાત નહીં થતી હોવાથી સરકારને પણ કરોડોનું નુકસાન થતું હતું. જેના કારણે ઇ-મેમો આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here