રાણીપ શાકમાર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહિલાનું મોત

0
99
Advertisement
Loading...

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્તપણે કરવામાં આવેલી ઝુંબેશમાં આજ રોજ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દબાણ હટાવવા માટે કરવામાં આવેલા રાણીપના શાકમાર્કેટનાં દબાણમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના ઘટતા વિસ્તારના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં વધી રહેલા ટ્ર્રાફિકને બાબતે હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે પ્રશાસન દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આજ રોજમાં અમદાવાદના ચાર ટ્રાફિકથી મોટા પ્રમાણમાં પ્રભાવિત વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં જયારે રાણીપ વિસ્તારની શાકમાર્કેટમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું.

જો કે આ ઘટના ઘટતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરંતુ જયારે લોકોને ખબર પડી કે મહિલાનું મોત ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન થયું હતું પરંતુ મહિલાને હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ બાબતથી તેમનો આક્રોશ ઓછઓ થયો હતો. જો કે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા કામથી વ્યવસ્થા જળવાઈ રહી છે, જેથી હાઇકોર્ટે પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. હાલ અમદાવાદમાં દબાણ હટાવાનું કાર્ય અને ઝુંબેશ યથાવત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here