મ્યુનિસિપલ તંત્રની બેદરકારીથી બહેરામપુરામાં ઘરે ઘરે થઇ રહી છે ગંદકી

0
791
Advertisement
Loading...

અમદાવાદ શહેરમાં આવેલું બહેરામપુરા વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી થઇ રહી છે. તેમ છતાં મ્યુનિસિપલ તંત્ર કેમ જાગતું નથી તેની ખબર પડી રહી નથી. અત્યારે બહેરામપુરા વિસ્તારમાં ગંદકીએ એવું જોર પકડ્યું છે કે ત્યાંના લોકો પોતાના ઘરમાં રહી શકે તેમ નથી. બહેરામપુરા હાલમાં ગટરો ઉભરાતા લોકોના ઘરમાં પાણી ભરાય રહ્યા છે. ઘણી અરજી કરવા છતાં મ્યુનિસિપલ તંત્ર કઈ ધ્યાન દોરતું નથી.

બહેરામપુરા વિસ્તારમાં ગંદકીના કારણથી લોકોને ઘરમાં તો ઘરમાં પણ લોકોને રસ્તા પર ચાલવાનું પણ અઘરું પડી રહ્યું છે. ત્યાની જનતાનું કહેવું છે કે ઘણી બધી અરજી કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો આવતા નથી. અને આવે છે તો એક દિવસ સાફ સફાઈ કરીને જતા રહે છે પણ તેને સંપૂણ નિકાલ લાવતા નથી અને આવું છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આવી રહ્યું છે. અહીયાના ઉમેદવાર ચુંટણી સમયે ઘણા બધા વાયદો કરીને વોટ માંગવા આવે છે. ચૂંટણી જીત્યા બાદ કોઈ નેતા અહિયાં દેખાતું નથી. જ્યાં સુધી ચુંટણી ના આવે ત્યાં સુધી. ત્યાંના લોકો કહેવું છે કે હવે અમારે જવું તો ક્યા જવું.

ગંદકીના કારણથી અમારા બાળકો પણ બીમાર પડી રહ્યા છે. ભાજપા સરકાર સ્વચ્છ ભારત અભિયાનની વાત કરે છે. તો અહિયાં કયારે થશે સ્વચ્છ બહેરામપુરા અભિયાન ત્યાંના લોકો વધુમાં કહ્યું હતું કે જો ગંદકીનો નિકાલ નહિ આવે તો અહિયાં ગમે ત્યારે રોગચાળો ફેલાઈ શકે છે. તેનો જવાબદાર કોણ રહેશે.

જુઓ તસ્વીરમાં પશુઓ પણ આવી ગંદકીમાં ચારી રહી છે સરકાર ગૌ રક્ષકની વાત કરે છે.

આ તસવીરમાં જુઓ લોકોના ઘરે ગટરના પાણી એમના ઘરમાં આવી ગયા છે. લોકો ને જમવાનું બનાવામાં પણ તકલીફ પડી રહી છે.

આ ત્યારની તસ્વીર છે જયારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી દરમિયાન ત્યાંના ઉમેદવાર બદરુદીન શેખ સાફ સફાઈ કરતા નજરે પડે છે. ને ચુંટણી જીત્યા બાદ અત્યાર સુધી ત્યાં દેખાયા નથી તેવું ત્યાંની જનતાનું કહેવું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here