જાણો પાટીદાર અનામત આંદોલનમાંથી કોણે આપી આત્મવિલોપન ની ચીમકી

0
1024
Advertisement
Loading...

PAASના પૂર્વ નેતા દિનેશ બાંભણીયા ફરીએકવાર ચર્ચામાં આવી ગયા છે. આજે પૂર્વ PAAS કન્વીનર દિનેશ બાંભણીયા અને SPGના પ્રવક્તા પૂર્વિન પટેલ સહિત પાટીદાર આગેવાનોએ રાજ્યના હોમ મિનિસ્ટર પ્રદિપસિંહ જાડેજાને આવેદનપત્ર આપવાની વાત કરી હતી. આ લોકોએ એવી માગ કરી છે કે, તેમના પર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જો 10 દિવસમાં તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો દિનેશ બાંભણીયાએ આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી.

ઉલ્લખનીય છે કે અગાઉ ગુજરાત વિધાનસભાનાં પહેલા તબક્કાનાં વોટિંગનાં એક દિવસ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતી (PASS)નાં નેતા હાર્દિક પટેલને મોટો ઝટકો લાગ્યો હતો. આંદોલનનાં સહ સંયોજન અને હાર્દિકનાં નજીકનાં દિનેશ બાંભણીયાએ રાજીનામું આપી દીધું હતું. હાર્દિક માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો હતો. ખાસ વાત છે કે કોંગ્રેસ સાથે થયેલી ડીલમાં બાંભણીયા જ પાટીદાર આંદોલન સમિતી તરફથી વાતચીતનો દોર સંભાળી રહ્યા હતા.

બાંભણીયાએ શરૂઆતથી જ કોંગ્રેસનાં વલણથી સંતુષ્ટ નથી. તેમણે કોંગ્રેસનાં ઢંઢેરા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બાંભણીયાએ કહ્યું કે અનામત્ત અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ નથી. જો કે રાજીનામાનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ગુજરાતની ચૂંટણીમાં હાર્દિકનાં ઘણા સહાયકો તેમનો સાથ છોડી ચુક્યા છે. રેશ્મા પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ અને શ્વેતા પટેલ સહિત ઘણા સાથીઓએ હાર્દિકનો હાથ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન થયેલી હિંસા મુદ્દે હાર્દિક પટેલની સાથે સાથે દિનેશ બાંભણીયા વિરુદ્ધ પણ દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કથિત સીડી મુદ્દે બાંભણીયાએ હાર્દિક પર સવાલો ઉઠાવ્યા હતા.

દિનેશે કહ્યું કે એક કે બે સીડીઓ નકલી હોઇ શકે છે, પરંતુ તમામ નહી. જો કે બાંબણીયાએ કહ્યું કે તેઓ સંગઠન નથી છોડી રહ્યા પરંતુ હાર્દિકનાં વલણથી નારાજ જરૂર છે. દિનેશે કહ્યું કે, આંદોલન હવે રાજનીતિક થઇ ચુક્યું છે અને હાર્દિક સમુહનાં લોકોનો ઉપયોગ પોતાનાં ફાયદા માટે કરી રહ્યો છે. બાંભણીયાએ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવાઇ રહી છે. ગુજરાતની 182 વિધાનસભા સીટો પર કાલે (9 ડિસેમ્બર)89 સીટો માટે મતદાન થવાનું છે. તેનાં આગલા દિવસે હાર્દિક માટે આ સમાચાર ઘણા ચોંકાવનારા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here