નડિયાદ પાસે ના ડુમરાલ ગામ થી પગપાળા સંઘોનું આજથી અંબાજી માટે પ્રસ્થાન

0
193
Advertisement
Loading...

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ૧૯ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ઉમટી પડશે. પારંપરિક ભાદરવી પૂનમના મહામેળા વખતે મા અંબાના દર્શનનો લ્હાવો લેવા માટે અમદાવાદથી વિવિધ પદપાળા સંઘો સોમવારથી અંબાજી તરફ પ્રસ્થાન શરૃ કરી દેશે.

શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. જેમાં ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં દેશના ખૂણે-ખૂણેથી મા અંબાના દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે. પદયાત્રીઓ ‘અંબાજી દૂર હૈ… જાના જરૃર હૈ…’, ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી તરફ પગપાળા આગળ વધે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here