દલિત યુવકની અંતિમયાત્રામાં ઘોડી પણ જોડાઇ, જાણો પૂરી વિગત

0
2071
Advertisement
Loading...

ઘોડી ખરીદવા જેવી સામાન્ય બાબતે હત્યા કરાયેલા દલિત યુવકની અંતિમયાત્રા નિકળી હતી, અંતિમયાત્રાની સાથે જ ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. તો મૃતક યુવકની પ્રિય ઘોડી પણ અંતિમયાત્રામાં જોડાઇ હતી.

ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઘોડી ખરીદીને તેના પર સવારી કરીને ફરતા રહેતા પ્રદીપ રાઠોડ નામના યુવકની ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે.

21 વર્ષીય પ્રદીપ ઘોડી લઇને ગામમાં નીકળતો હતો જે વાત ગામના ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને ગમતી ન હતી.

મૃતક યુવકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો પ્રદીપને ગામમાંથી ઘોડી પર બેસીને નિકળતો નહી તેવી ધમકી આપતા હતા. પોલીસે આ મામલે એકની ધરપકડ કરી હતી.

પોલીસે આ કેસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં..

મળતી જાણકારી અનુસાર, પ્રદીપ રાઠોડ ઘોડી પર બેસી ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કેટલાક શખ્સોએ તેને રોકી અપમાનિત કરી કોઈ દિવસ ઘોડી પર બેસતો નહીં તેમ કહી ગાળો ભાંડી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પ્રદીપને મોતને ઘાટ ઉતારી દીધો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here