જિગ્નેશ મેવાણીના નિવેદનથી રાજકારણ માં આવ્યું હડકંપ ? જાણો શું કહ્યું

0
267
Advertisement
Loading...

દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત દલિત પક્ષ માટે અવાજ ઉઠાવ્યો છે. જિગ્નેશે કહ્યુ કે, 70% દલિતો પાસે પોતાની જમીન નથી, આ માટે તમામ દલિતોને 5 એકર જમીન આપવામાં આવે. જિગ્નેશ મેવાણીએ ગુરુવારે (18 જાન્યુઆરી) હૈદરાબાદમાં કહ્યુ કે, તે વિચારોથી સક્ષમ લોકોની સાથે દેશમાં દલિતોના ઉત્થાન માટે યોજના બનાવી રહ્યા છે.

મીડિયાની મુલાકાત બાદ જિગ્નેશે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, જમીન સૌથી મોટો મુદ્દો છે, તમામ દલિતને 5 એકર જમીન આપવી જોઇએ. તેમણે કહ્યુ કે, 100માંથી 70 દલિતો પાસે જમીન નથી. મડીગા અનામત પોરાતા સમિતિના સંસ્થાપક મડીગાને અનુસૂચિત જાતિ વર્ગીકરણ માટે ચલાવાયેલા એક પ્રદર્શનમાં જેલ થઈ હતી.

જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે, આગામી દિવસોમાં, ”હું કૃષ્ણ મડીગા અને અન્ય દલિતો, પ્રગતિશીલ અને સમાન વિચારવાળા સમૂહની સાથે દલિતોના ઉત્થાન માટે એક વ્યાપક ગઠબંધન શરૂ કરવા ઈચ્છું છું.”મેવાણીએ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની મોતને ‘સંસ્થાગત હત્યા’ જણાવી. તેમણે કહ્યું કે, વેમુલા આજે જીવતો હોત અને તેની સાથે મડીગાને મળવા જાત. રોહતિ વેમુલાએ 16 જાન્યુઆરી 2016એ યુનિવર્સિટી પરિસરના એક રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

Gujarat Rashtriya Dalit Adhikar Manch leader Jignesh Mevani addressing a press conference in New Delhi on wednesday.
Express photo by Renuka Puri

મેવાણીએ તેલંગણામાં સરકારને અપીલ કરી છે કે,ડીગાને મુક્ત કરી દેવામાં આવે અને તેમની ધરપકડને તેના મૌલિક અધિકારોનું હનન માનવામાં આવે. તેમણે કહ્યું કે, ”હું રાજ્ય સરકાર (તેલંગાણા) અને પોલીસને તેમની (મડીગા)ની મુક્તિ માટે અપીલ કરું છું. તેઓ પોતાના સમુદાયના મૌલિક અધિકારો માટે લડી રહ્યા છે. વ્યક્તિગત સ્વતંત્રતાને આ રીતે ઓછી ન કરવી જોઈએ.”

જિગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારમાં પ્રતિ આક્રમક વર્તન કરીને દલિતો માટે અવાજ ઉઠાવ્યો હતો. ગુજરાતના વડગામની બેઠકથી જીત્યા પછી સતત તેઓ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં પરવાનગી ન મળવા છતા તે રેલીમાં શામેલ થયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here