નોટબંધીના નામે કારીગરોનો પગાર કાપી એકાઉન્ટન્ટે રૂ.૯૦ લાખની ઉચાપત કરી

0
167
Cutting the salary of the workers, the accountant has embezzled Rs.9 lakh
Advertisement
Loading...

(GNS) અમદાવાદ, પૂણા કુંભારિયા રોડ સારોલીગામ ખાતે હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલા રિયા ફેશનના ઍકાઉન્ટન્ટ દ્વારા નોટબંધીના સમયગાળામાં કંપનીના ખાતામાંથી કારીગરોના પગારના પુરેપુરા નાણાં ઉપાડી કારીગરોને નોટબંધીને કારણે પગારમાં કાપ મુકવામાં આવ્યો હોવાનું કહી ઓછો પગાર ચુકવી ઍક વર્ષમાં રૂ.૯૦ લાખની ઉચાપત કરી હતી.

હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં રિયા ફેશનની ઓફિસમાં ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જસ્મિન રમેશચંદ્ર શાહ (રહે, શિવાલિક ફલેટ્‌સ ઉમરાગામ) દ્વારા ગત તા. ૯મી ડિસેમ્બર ૨૦૧૬થી ૧૫મી ડિસેમ્બર ૨૦૧૭ના સમયગાળા દરમિયાન નોટબંધીનું ખોટું કારણ આગળ ધરી રિયા ફેશન કંપનીના બેન્કના ખાતામાંથી કારીગરોના પગારના પુરેપુરા નાણાં ઉપાડ્યા હતા પરંતુ કારીગરોને નોટબંધીના કારણે પગારમાં કાપ મુકવામાં આવ્યો છે હોવાનું કરી કારીગરોને ઓછો પગાર ચૂકવી ઍક વર્ષમાં રૂ. ૯૦ લાખની ઉચાપત કરી હતી. જાકે જસ્મીન શાહનું ભોપાળું બહાર આવતા આ મામલે કંપનીના મેનેજર મનસુખ છગન ખેની (રહે, તપન બિલ્ડિંગ, રાજહંસ સ્વપ્ન સોસાયટી સરથાણા જકાતનાકા)એ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્મીન શાહ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here