કોંગ્રેસના MLA લલિત વસોયા લેશે આજે જળસમાધિ? હાર્દિક પટેલ સહીત અનેક ધારાસભ્ય હાજર રહેશે

0
107
Advertisement
Loading...

ભાદર નદીમાં પ્રદુષિત પાણીના અનુસંધાને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આજે જળસમાધીનું એલાન લેવાનું જાહેર કર્યું છે. આ અભિયાનમાં પાસ નેતા હાર્દિક પટેલે સહીત અનેક નેતાઓ હાજર રહેવાના છે. આ મહાસભા પણ ભૂખી ગામે યોજાનાર છે. ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે ભૂખી ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.

આ મહાસભામાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, પરષોત્તમ સાબરીયા, હર્ષદ રીબડિયા, લલીત કથગરા, બ્રિજેશ મેરજા, પ્રવિણ મુછડિયા, જે.વી કાકડીયા, પ્રતાપ દુધાત, ચીરાગ કાલરીયા, ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા સહિત ધારાસભ્યો હાજર રહેવાના છે.

ભાદર નદી અને ભાદર-2 ડેમમાં ભળતા જેતપુરના કારખાનાઓનાં કેમિક્લયુક્ત પ્રદૂષણને અટકાવવાને બદલે તેને છાવરવામાં વ્યસ્ત સરકાર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા તથા અન્ય ધારાસભ્યો ઉપરાંત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here