કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કરી માંગ

0
45
Advertisement
Loading...

સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. હાલ પરપ્રાંતિયો પર હુમલાના બનાવના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસના બાગી નેતાઓ આ મુદ્દે આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યાં છે.

આજે કોંગ્રેસના બાગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી. શક્તિસિંહે જણાવ્યું કે, હાલ ગુજરાતની છબિ ખરાબ થઇ છે. સરકાર કામ નથી કરતી જેના કારણે રાજ્યમાં સંવૈધાનિક કાર્યવાહી થવી જરૂરી છે.

શક્તિસિંહે અલ્પેશ ઠાકોરના બચાવમાં જણાવ્યું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો પર ભાજપના નેતાઓ હુમલા કરાવી રહ્યાં છે અને અલ્પેશ ઠાકોરને તેનો બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે સીસીટીવી ફુટેજ બતાવીને સાબિત કર્યું છે કે ભાજપના નેતાઓ પરપ્રાંતિયો પર હુમલાઓ કરાવી રહ્યાં છે. દરેક ભારતીયને દરેક પ્રાંતમાં રહેવાનો અધિકાર છે. બિહારના લોકોનો ગુજરાત પર તેટલો જ અધિકાર છે જેટલો ગુજરાતનો અન્ય રાજ્યો પર છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here