બહેનના દિયરે કોલેજીયન યુવતી સાથે બળબજરીથી બાધ્યો શારીરિક સંબંધ પછી શું થયું ? જાણો

0
518
Advertisement
Loading...

સુરતના ભરથાણા કોલેજમાં ભણતી યુવતી સાથે ‘લવ સેક્સ ઔર ધોખા’ જેવો કિસ્સો તેણીની બહેનના દિયરે ઘડ્યો હતો. બ્લેક મેલિંગથી પરેશાન થયેલી યુવતીએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદનો બદલો લેવા યુવકે તેણીની અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવા સાથે તેણીને વોટ્સએપ ઉપર ધમકીભર્યા મેસેજ પણ કરતો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે, પાંડેસરામાં રહેતાં ઉત્તર ભારતીય પરિવારની યુવતી ભરથાણામાં આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે. દોઢેક વર્ષ અગાઉ બહેનના દિયર અવધેશ ઉર્ફે છોટુ બ્રિજલાલ કુશવાહાએે ઘરમાં કપડા બદલતી યુવતીનો અશ્લીલ વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. ત્યારબાદ અવધેશે તેણીને કોલ કરી મળવા આવવા કહ્યું હતું.

જોકે યુવતીએ ના પાડી તો અવધેશે તેની પાસે તેણીનો અશ્લીલ વીડિયો હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ગભરાઈ ગયેલી યુવતી તેને મળવા ગઈ હતી. વેસુમાં અવધેશે તેણીને વીડિયો બતાવ્યો અને પછી એક વોચમેનની ખોલીમાં લઈ જઈ છેડતી કરી હતી.

યુવતીએ વિરોધ કર્યો તો તેણીને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બળબજરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવાર-નવાર અવધેશ તેણીને ધમકાવી જુદી જુદી જગ્યાએ બોલાવી શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

ગત 7મી તારીખે અવધેશ યુવતીના ઘરે ગયો હતો. તેણે યુવતીના લગ્ન નહીં થવા દેવાની ધમકી આપી હતી. અવધેશની વાતથી યુવતી અને તેની માતા ચોંકી ઊઠ્યા હતાં. તેણે વીડિયો વાયરલ કરી દઈશ એવી ધમકી ઉચ્ચારતાં માતા સામે બધી હકીકત આવી ગઈ હતી. ત્યારબાદ માતાએ હિંમત આપતાં યુવતીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ બાદ અવધેશ લાજવાને બદલે વધુ ગાજ્યો હતો. તેણે યુવતીને વધુ પરેશાન કરવા માંડી હતી. તેણે યુવતી તથા તેણીના માતા-પિતાના ફોટો વોટ્સએપ તથા ઈન્સ્ટ્રાગ્રામમાં મૂકી ધમકીભર્યા લખાણો લખ્યા હતાં.

એટલું જ નહીં યુવતીની અંગત પળોનો અશ્લીલ વીડિયો પોતાની પાસે હતો એ પણ અવધેશે વાયરલ કરી દીધો હતો. યુવતીના અન્ય પુરુષ સાથે સંબંધ છે, એવી વાતો ફેલાવી તેણીને સમાજમાં બદનામ કરી દેવાતાં તેણીએ એક મહિનામાં બળાત્કાર બાદ બીજી ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here