સીએમ અને મંત્રીઓના નિવાસસ્થાનોનો રૂ. ૫૦ કરોડનો વેરો બાકી.

0
179
CMs and ministers' residence 50 crores tax left

સામાન્ય માણસનો વેરો બાકી હોય તો પાલિકા ઢોલનગારા સાથે નીકળી પડતી હોય છે.

Advertisement
Loading...

ગાંધીનગર,સામાન્ય માણસનો વેરો બાકી હોય તો પાલિકા ઢોલનગારા સાથે વસૂલાત માટે નીકળતી હોય છે. કોમ્પલેક્સ કે દુકાનને સીલ મારતી સમયે મહાનગરપાલિકા કે પાલિકાના કર્મચારીઓની દાદાગીરીનો પરિચય આમ જનતાને થાય છે. ખાનગી જ નહીં સરકારી મિલકતોના વેરાના આંક હજારો રૂપિયામાં પહોંચતા હોય છે. વેરો ભરવો એ આપણી જવાબદારી છે. આપણી પ્રાથમિક જરૂરિયાતો આ ટેક્સમાંથી પૂરી થાય છે.

લોકો સામેથી પણ ટેક્સ ભરી દેતા હોય છે પણ ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાપના થઇ ત્યારથી સીએમના નિવાસ સ્થાનથી લઈ પ્રધાનોના નિવાસ સ્થાન, સરકારી મિલ્કતોના વ્યાજ સહિત ૫૦ કરોડ થી વધુ ટેક્સ બાકી છે પણ સરકાર જીએમસી ને ટેક્સ આપતી નથી. સામાન્ય માણસે ટેક્સ ના ભર્યો હોય તો તેની મિલકત સીલ થઇ જાય ગટર, પાણીના કનેક્શન કપાઈ જાય. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર પ્રધાનો ના નિવાસ સ્થાન નો ટેક્સ ભરતી નથી. આ બાબત પણ વિધાનસભામાં ઉઠી હતી. આ બાબતનો નિવેડો આવે એ જરૂરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here