તું મારા પતિ સાથે આડા સંબંધ કેમ રાખે છે?’, બે યુવતીઓ વચ્ચે જાહેરમાં જ મારામારી

0
405
Advertisement
Loading...

તાલુકાના ડુંગરાગોઢ ગામે પતિ સાથે અનૈતિક સંબંધની શંકાથી પરિણીતાએ અન્ય યુવતી સાથે મારામારી કર્યાની ઘટના સામે આવી છે. પરિણીતાએ યુવતીના પતિ સાથેના આડાસંબંધની શંકાથી ઝઘડો કર્યો હતો અને યુવતીને બચકા પણ ભરી લીધા હતા. આ અંગે પરિણીતા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ કરી છે

આ અંગેની વિગતો એવી છે કે, ડુંગરાગોઢમાં મહિલા ગત રવિવારે ડેરીમાં દૂધ ભરાવી પરત આવતી હતી. દરમિયાન ગામની જ એક પરિણીતા તેની દીકરી અને બે દીકરાઓ સાથે આવી પહોંચી હતી અને યુવતીને રોકીને તું મારા પતિ સાથે આડા સંબંધ કેમ રાખે છે, કહી ઝઘડો કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવતીને બચકા પણ ભરી લીધા હતા.

અનૈતિક સંબંધની શંકાએ મહિલાઓ વચ્ચે મારામારી થતાં આ તમાશો જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા.

પરિણીતા સહિત ચારેય શખ્સોએ ભેગા મળી મહિલાને માર મારતા મેઘરજ પોલીસે ચારેય વિરુદ્ધ માર મારી મહિલાને જાનથી મારી નાંખવો પ્રયાસનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here