9માં ધોરણની છોકરીની છેડતીથી કંટાળીને કરી આત્મહત્યા ? જાણો કેમ

0
698
Advertisement
Loading...

પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી સ્કૂલના શિક્ષકની હેરાનગતીથી પરેશાન થઇ ગયેલી 9માં ધોરણની વિદ્યાર્થીની ઇકિશા શાહ (16)એ આત્મહત્યા કરી લીધી છે. મંગળવારે ઇકિશાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઇકિશા મયૂર વિહારમાં આવેલી એક ફેમસ અલ્કૉન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તેનો પરિવાર નોઇડા સેક્ટર -52માં રહેતો હતો.

ઇકિશાના પિતા રાઘવ શાહ પ્રસિદ્ધ કથિક ડાન્સર અને બિરજુ મહારાજના શિષ્ય છે. પરિવારનો આરોપ છે કે વિદ્યાર્થીની છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં હતી

તેને અનેકવાર ફરિયાદો પણ કરી હતી કે ટીચર તેને ખરાબ રીતે ટચ કરે છે અને ફરિયાદ કરું તો ફેઇલ કરવાની ધમકી આપે છે. આરોપી શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ઇકિશાનું 16 માર્ચે જ રિઝલ્ટ આવ્યું હતું. તેને સાયન્સ અને એસએસટીમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા હતા. ઓછા માર્ક્સના કારણે મેલ ટીચરે ઇકિશાને થોડી ધમકાવી પણ હતી, જેના કારણે તે હેરાન-પરેશાન થઈ ગઈ હતી.

તે દિવસથી જ તે તેના પિતા સાથે કથક ડાન્સ શિખવામાં પણ રસ નહતી લેતી. નોંધનીય છે કે, ઈકિશા એક સારી કથક ડાન્સર પણ હતી અને પિતા સાથે કથકના ક્લાસ પણ લેતી હતી.

આ કેસમાં કૈલાશ હોસ્પિટલના ડોક્ટર્સે કહ્યું કે, હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે જ તેની પલ્સ બંધ થઈ ગઈ હતી. ડોક્ટર્સે તેને બચાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. નોઈડાના એસપીએ કહ્યું કે, આ વિશે તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે, આ એક દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સ્કૂલ સીબીએસઈની પ્રમોશન પોલિસીનું પાલન કરી રહી છે. વિદ્યાર્થીની ફેઈલ નહતી થઈ, તેની રિટેસ્ટ થવાની હતી. અમે તપાસમાં પોલીસને સમગ્ર સહાય કરીશું.

છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, મારી દીકરીએ મને કહ્યું હતું કે, બે ટીચર એકલતામાં મને ગંદી રીતે ટચ કરે છે. બંને મને નાપાસ કરી દેશે અને એવુ જ થયું. મે કહ્યું હતું- બેટા ટીચર તો ગુરુ સમાન હોય. તેમ છતા તેમનાથી થોડા દૂર રહેવાનું. સ્કૂલના પ્રિન્સિપાલ પણ મારી દીકરીની તબિયત ખરાબ હતી ત્યારે તેની સાથે બરાબર રીતે વાત નહતા કરતા.

ત્રણ દિવસ પહેલાંજ મારી દીકરી સ્કૂલના ફ્રેન્ડઝ સાથે સાયન્સની તૈયારી કરવા ગઈ હતી. દીકરીએ કહ્યું હતું કે, પપ્પા હુ સાયન્સ તો કરી લઈશ પણ એસએસટીવાળા મને ફેઈલ કરી દેશે. આજે સવારે જ મે મારી દીકરીને કહ્યં હતું કે સારી રીતે અભ્યાસ કરજે, હું જઉં છું. ફાંસી લગાવવાના 20 મિનિટ પહેલાં જ હું મેટ્રોમાં હતો ત્યારે મારી દીકરીનો ફોન આવ્યો કે પપ્પા તમે મારા માટે કોઈ કપડાં લાવી રહ્યા છો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here