પૂર્વ મંગેતરને અન્ય યુવતી સાથે બંધાયા સંબંધ ને પછી શું આવ્યો કરૂણ અંજામ, જાણો વિગત

0
222
Advertisement
Loading...

ચરોતરના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે રહેતી 25 વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા પાછળ મૃતકના પરિવાજનોએ તેના પૂર્વ મંગેતરની પ્રેમિકા દ્વારા અવાર-નવાર ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે ઉમરેઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચરોતરના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં યોગીનગર સોસાયટીમાં રાજુભાઇ ડાભી પોતાની પત્ની એક પુત્ર તથા પુત્રી સાથે રહે છે. ગામમાં આવેલા ગાયત્રી મંદિરની સામે સિલાઇ કામ કરી તેઓ પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે પુત્રી સુનીતાની સગાઈ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિમલ નામના યુવક સાથે કરી હતી.

નોંધનીય છે કે, સગાઈ પહેલા વિમલ રાજકોટના ઉપલેટા પોલીસ ટ્રેનીંગમાં ગયો હતો. જ્યાં એક યુવતી સાથે તેની આંખો મળી જતાં તેને પ્રેમ થઈ ગયો હતો. પ્રેમિકાને વિમલની સગાઈ થયાની જાણ થતાં જ તેણે સુનીતાને છેલ્લાં કેટલાંય સમયથી ફોન કરીને વિમલ સાથે તેને વર્ષોથી પ્રેમ છે અને તેની સાથે લગ્ન કરવાની છે તેમ કહી જિંદગી બગાડી નાંખવાની ધમકી આપી હતી.

બીજી તરફ, આ સંદર્ભે યુવતીના પરિવારજનોએ વિમલ સાથેની સગાઈ તોડી નાંખી હતી. આમ છતાં પણ યુવકની પ્રેમિકા અવાર-નવાર ફોન કરી સગાઈ તોડ્યાનું પ્રુફ માંગીને તેને હેરાન કરતી હતી. જેને પગલે વારંવાર અસહ્ય ત્રાસ અપાતા ભાંગી પડેલી સુનિતાએ સોમવારે મોડી રાત્રે ઘરે ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીધું હતું.

મૃતક યુવતીના ભાઈ મેહુલ ડાભીએ જણાવ્યું હતું કે, સગાઈ તોડી નાંખી હોવા છતાં ટોર્ચરિંગ કરવામાં આવતી હતી. મારી બહેને વિમલને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની જાણ કરી હતી. જેને પગલે તેના ઘરના વડીલોને તેમજ વિમલને રૂબરૂ મળીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ ફેર પડ્યો નહોતો. જેને પગલે જાન્યુઆરીમાં સગાઈ તોડી નાંખી હતી. સગાઈ તોડ્યા બાદ પણ તેણીના ફોન આવતા હતા અને તે ધમકીઓ આપી ટોર્ચરિંગ કરી સગાઈ તોડ્યાનું પ્રુફ માંગતી હતી.

મૃતક યુવતીના પૂર્વ મંગેતર વિમલ ગોહિલે જણાવ્યું હતું કે, મૃતક યુવતી સાથેની સગાઈ 4 મહિલા અગાઉ તૂટી ગઇ હતી. મારે તે યુવતી સુનિતા સાથે કે તેના મોતના આક્ષેપ જે યુવતી પર થઈ રહેલા છે તે યુવતી સાથે પણ કોઈ સબંધ છે નહીં અને સુનિતાને તે યુવતી વારંવાર ફોન કરી ધમકાવતી હતી તેની પણ મને કોઇ જાણ નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here