નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું

0
98
Advertisement
Loading...

મગફળી કાંડ મામલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વાઘજી બોડાએ મગફળીમાં માટી કાંડ મામલે સરકારને જવાબદાર ગણાવી હતી. વાઘજી બોડાએ નિવેદન આપવામાં ઉતાવળ કરી હોવાના પગલે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. રાજકોટ પોલીસે મગફળી કાંડ મામલે કુલ 27 જેટલા લોકોની ધરપકડ કરી છે. જેમા કેટલાક કોંગ્રેસના કાર્યકર હોવાનો આક્ષેપ પર કરવામાં આવ્યો હતો. વાઘજીભાઈ બોડા હાલમાં નાફેડના ચેરમેન છે. જેમના પર કોંગ્રેસી હોવાને પગલે સરકાર કોંગ્રેસને ટાર્ગેટ કરી રહી હોવાથી તેઅોઅે કોંગ્રેસમાંથી રાજીનામું અાપ્યું છે.

નોધનીય છે કે રાજ્યમાં મગફળી માટીકાંડ મામલે નાફેડ અને ગુજકોટના 4 અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે. ચારેય અધિકારીઓ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. અધિકારીઓને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા આદેશ કરાયો છે.

અધિકારીઓની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે. નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ પૂછપરછ કરાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે બુધવારે અધિકારીકારીઓને સમન્સ પાઠવ્યા હતા. ગુજકોટના જનરલ મેનેજર ડી.પી.મિશ્રા, MD એન.એમ.શર્માને સમન્સ પાઠવ્યા છે. વેરહાઉસના MD સંજયનંદનને પણ સમન્સ પાઠવ્યું છે.

રાજકોટમાં મગફળી કૌભાંડ મામલે હવે પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરાઇ છે. પોલીસે મેસવાડ ગામે ક્રાંતિ ઓઈલ મીલના માલિકની રાજેશ વડારિયાની ધરપકડ કરી છે. મગન ઝાલાવાડીયાએ અત્યાર સુધી 6700 બોરીઓ ક્રાંતિ ઓઈલ મીલને વેચી હતી. સાથે જ પોલીસે જેતપુર માર્કેટિંગ યાર્ડના વિશાલ તખરેલીયાની પણ ધરપકડ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here