VIDEO : રોંગ સાઇડમાં આવતી બેફામ કાર બાઇક ચાલકને ભરખી ગઇ

0
172
Advertisement
Loading...

લતીપર વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે રોડ પર બાઈક ચાલક શાંતિથી આવી રહ્યો હતો.

તે જ સમયે સામેની સાઈડથી પૂરપાટ ઝડપે રોંગ સાઈડ આવી રહેલી કારે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ખતરનાક હતી કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારના 2 વ્હીલ પણ નીકળી ગયા હતા.

આ અકસ્માતમાં એક સાઈકલ ચાલક અને પેટ્રોલ પંપ પાસેથી બહાર નીકળી રહેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. કાર સીધી જ ખેતરમાં ઘુસી ગઈ હતી.

ત્યારે સવાલ એ છે કે આવા બેફામ કાર ચાલકો પર કાર્યવાહી ક્યારે કરાશે. શાંતિથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને બેફામ કાર ચાલકના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જોકે આ અકસ્માતમાં કારની સ્પીડ જ એટલી હતી કે બાઈક ચાલકે તો બ્રેક મારી હતી અને તે ઢસડાઈ પણ પડ્યો. જોકે રોંગ સાઈડ કાળમુખી બનીને આવેલી કારે બાઈક ચાલકને ભરખી લીધો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here