50 કરોડ ભરેલી કેશ વાન નાળામાં પડી, લૂંટવા માટે ગામ લોકો પહોંચી ગયા પછી…શું થયું ? જાણો

0
1190
Advertisement
Loading...

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 50 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન અને તેની સુરક્ષા માટે પાછળ આવી રહેલી પોલીસની ગાડી દુર્ધટનાગ્રસ્ત થઈ ગઈ. કેશ વાન અને પોલીસની સ્કોર્પિયો બંને ગાડીઓ નિયંત્રણ ગુમાવીને નાળામાં જઈને પડી. ગ્રામિણ લોકોને જ્યારે આ વાતની જાણ થઈ કે નાળામાં પડેલી ગાડીમાં કેશ ભરેલું છે, તો સ્થળ પર લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ. અકસ્માતમાં માંડ-માંડ બચેલા બેંક કર્મચારીઓ અને પોલીસ કર્મીઓએ ગમે તેમ કરીને કેશને લૂંટતા બચાવી લીધી.

કેશ વાન અને પોલીસની ગાડી ટકરાઈ

ઘટના રાયપુર પાસેના બલૌદાબજારની છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારના બપોરે આ ઘટના ઘટી. ઘટનાના નજરે જોનારા મુજબ, કેશ વાન અને તેની સુરક્ષમાં આગળ ચાલી રહેલી પોલીસની ગાડી ખૂબ સ્પીડમાં હતી. જોકે સામેથી આવી રહેલી એક અનિયંત્રિત ગાડીને બચાવવાના પ્રયાસમાં બંને ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ અને નાળામાં પડી ગઈ.

SBI બેેંકની હતી કેશ વાન

SBIના વાહનમાં બેંક કર્મચારીઓ બેઠેલા હતા. જ્યારે કેશની સુરક્ષા માટે આગળ ચાલી રહેલી સ્કોર્પિયોમાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના 6 જેટલા હથિયારબંધ જવાનો બેઠેલા હતા. અકસ્માતમાં બેંકકર્મી અને પોલીસ જવાન માંડ-માંડ બચ્યા. SBIના વાહનમાં લગભગ 50 કરોડ રૂપિયા રોકડ ભરેલી હતી. જેને જુદી જુદી બેન્કો અને એટીએમ મશીનોમાં જમા કરવા માટે લઈ જવાઈ રહ્યા હતા.

પોલીસે 32 પેટીમાં ભરેલી રોકડ કબ્જામાં લીધી

જોકે સમગ્ર ઘટનાની જાણ થતા ગામ લોકો પૈસા લૂંટવા માટે એકઠા થઈ ગયા હતા. પોલીસ કંટ્રોલ રૂમને સમય પર ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓએ સૂચના આપી દીધી. જેથી વધારાની ફોર્સ ત્યાં પહોંચી. જિલ્લાના એસપીના મુજબ હાલમાં 32 પેટીઓમાં રાખેલી રોકડને પોલીસે કબ્જામાં લઈ લીધી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here