૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સુરત-બિલિમોરા વચ્ચે દોડવા લાગશે બુલેટ ટ્રેન

0
144
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક એટલે બુલેટ ટ્રેન. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ બુલેટ ટ્રેન પર સૌ કોઈની નજર રહેલી છે. જોકે આ બુલેટ ટ્રેનના અહેવાલ જ્યારથી પ્રકાશિત થયા છે ત્યારથી જ તે વિવાદનુ પણ કેન્દ્ર રહ્યો છે.

વિપક્ષી દળ જ્યાં તમની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજીબાજુ સરકારે નક્કી સીમામાં આ પ્રોજેક્ટ પુરો કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતથી મુંબઈ વચ્ચે દોડશે. ત્યારે હવે નવા અહેવાલ સામે આવ્યા છે કે પ્રથમ તબક્કામાં ૨૦૨૨ સુધી બુલેટ ટ્રેન દોડવા લાગશે. પહેલા બુલેટ ટ્રેન ગુજરાતના સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે.

મુંબઈથી સુરત વચ્ચે ૫૦૮ કિલોમીટરનો આ પ્રોજેક્ટ ૨૦૨૩ સુધી પુરો થવાની શક્યતા છે. એક અગ્રણી સમાચારપત્રના જણાવ્યા મુજબ, સરકાર ઇચ્છી રહી છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી પુરો થઈ જાય. તે સમયે દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન સાથે જોડાયેલા સુત્રો મુજબ સુરતથી બિલિમોરા વચ્ચે સેક્શનને એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણકે તેમની વચ્ચે બિલકુલ સીધુ અલાઈમેંટ છે. એટલા માટે તેના નિર્માણને નક્કી સમય મર્યાદામાં પુરુ કરવામાં આવશે. ત્યારબાદ બીજા ભાગમાં કામ થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here