યુવતી પ્રેમી સાથે કૂવામાં ઉતરી ને પછી થઈ કેવી હાલત? જાણીને લાગી જશે આંચકો

0
180
Advertisement
Loading...

ગઈ કાલે ગઢડાની કોલેજીયન યુવતીનું કારમાં અપહરણ કરી ક્રુરતા પૂર્વક હુમલો કરી કાન અને હાથનો અંગુઠો કાપી અને માથાના વાળ ચામડી સહિત ઉખેડી નાંખી લોહીલૂહાણ હાલતમાં રોડ પર ફેંકી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તપાસમાં યુવતીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું છે અને એક અકસ્માતમાં તેની આ હાલત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગઢડા તાલુકાના માંડવધારની વિલાસ ગોવિંદભાઈ વાઘેલા(ઉ.વ.22) બોટાદમાં બી.એડ કરે છે. તે રોજ ગઢડાથી બોટાદ કોલેજ કરવા જાય છે. ત્યારે ગત 21મી માર્ચે તેના પ્રેમી યોગેશ વાઘેલાને મળવા ગઈ હતી. યોગેશ બોરનું કામ કરે છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વિલાસ યોગેશને મળવા ગઈ ત્યાં કૂવામાં બોરનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે વિલાસે યોગેશને અંદર જોવા જવાનું કહ્યું હતું. આથી બંને કૂવામાં બોર જોવા માટે ઉતર્યા હતા. દરમિયાન વિલાસના વાળ મશીનમાં આવી ગયા હતા. જેને કાઢવા જતાં વિલાસનો એક કાન અને હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. તેમજ માથાના વાળ પણ ચામડી સહિત નીકળી ગયા હતા.

આ ઘટના બનતાં તેને પહેલા બોટાદ અને પછી ભાવનગરની હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે, તેની હાલત વધારે ગંભીર હોવાથી તેને અમદાવાદ રિફર કરતાં 21મી રાતે નવ વાગ્યે તેને વી.એસ. હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેને મોડી રાત્રે સારવાર આપવામાં આવી હતી.

જોકે, વિલાસે પોતાનું પ્રેમપ્રકરણ છૂપાવવા માટે અપહરણની વાતનું રટણ ચાલું રાખ્યું હતું અને તેના પર હુમલો કરી તેને બોટાદ-ભાવનગર હાઈ-વે પર ફેંકીને ચાલ્યા ગયાનું જણાવ્યું હતું. બીજી તરફ ગઢડા પોલીસે આ પ્રકરણમાં તપાસ કરતાં એક શકમંદની ધરપકડ કરતી પૂછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે શકમંદની પૂછપરછ કરતાં તેનું નામ યોગેશ વાઘેલા હોવાનું જણાવ્યું હતું, તેમજ વિલાસ સાથે પ્રેમસંબંધ હોવાનું પણ કબૂલ્યું હતું. એટલું જ નહીં, વિલાસનું અપહરણ નહીં, પરંતુ અકસ્માત હોવાનું પણ પોલીસને તેણે જણાવ્યું હતું. જોકે. વિલાસની માતાનો આક્ષેપ છે કે, ગઢડા પોલીસ તેમના પર દબાણ લાવી રહી છે.

ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં વિલાસની માતાએ જણાવ્યું હતું કે, તેમને એક યુવકનો ફોન આવ્યો હતો કે, તમારી દીકરીને અકસ્માત થયો છે, તમે દવાખાને આવો. આથી હું અને મારો દીકરો દવાખાને ગયા. એટલું જ નહીં, પોલીસે દીકરીને ધમકાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમના દીકરા પર પણ પોલીસે શંકા કરી હોવાનું જણાવ્યું હતું.

વિલાસની માતાએ ગઈ કાલે વિલાસના એકાઉન્ટમાંથી એક લાખ ઉપાડી લેનાર વ્યક્તિ સામે પણ શંકા વ્યક્ત કરી હતી. આ શખ્સે પોલીસ ફરિયાદ થતાં 49 હજાર રૂપિયા પરત આપી દીધા હતા અને અન્ય રૂપિયા પણ પરત આપી દેવાનું જણાવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here