બોલીવુડ એકટ્રેસ અને મોડલ દિવ્યા અગ્રવાલ બન્યા અમદાવાદના મહેમાન

0
85
Advertisement
Loading...

એમટીવી અને સ્પિલ્ટ્સ વિલામાં જોવા મળેલી મોડલ દિવ્યા અગ્રવાલ આજકાલ ચર્ચામાં છે. હાલમાં તે ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. ત્યારે આજે દિવ્યા અમદાવાદની મુલાકાતે આવી હતી. અમદાવાદની સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલૉજીમાં પોતાની આવનારી ફિલ્મના ઓડીશનનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ ઓડીશન ગુજરાતની સાત શહેરોમાં થશે અમદાવાદ બરોડા સુરત રાજકોટ વગેરે જગ્યા આનું શુટિંગ થશે ત્યારબાદ આનું ફાઈનલ ઓડીશન થયા બાદ બે ઓડીશનને દિવ્યા સાથે ફિલ્મમાં કામ કરવામાં ચાન્સ મળશે.

અમદાવાદ ખાતે આવેલી દિવ્યા તમામ લોકોનો દિલ જીતી લીધા હતા. અને તેને જણાવ્યું હતું કે હું અમદાવાદ આવીને ઘણી ખુશ છે ગુજરાતી લોકો મને બહુ ગમે છે. માટે મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા થઇ છે. વધુમાં શું કહ્યું જુઓ વિડીયોમાં

અગાઉ દિવ્યાએ પોતાના ઇન્સ્તાગ્રામ પર ગુજરાતી માં લોકોને શું કહ્યું હતું જુઓ વિડીયોમાં

નોધનીય છે કે દિવ્યાએ આ જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તે મોડલિંગ અને એક પ્રોફેશન ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે.

દિવ્યા ડાન્સને લઈને ખુબ સીરિયસ છે. તેણે ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી છે. દિવ્યાએ પોતાની ડાન્સ એકેડમી ઓપન કરી જેનું નામ ‘એલિવેટ ડાન્સ ઈન્ટીટ્યૂટ’ રાખ્યું છે.

દિવ્યા અનેક બોલિવૂડ ફિલ્મોમાં સોન્ગ કોરિયોગ્રાફ કરી ચૂકી છે. તેણે શિલ્પા શેટ્ટી અને ઈલિયાના ડી ક્રૂઝના સોન્ગ માટે કોરિયોગ્રાફી કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here